Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શુદ્ધ ચેતનાના મંદિરમાં ચેતન આવે છે, અવર્ણનીય મેળાપ થાય છે અને આત્મસ્વરૂપનું દર્શન થાય છે. આ સમયે વિચાર આવે છે કે આમાં કરનારો કોણ અને કરણી કોની ? વળી આનો હિસાબ પણ કોણ માગશે ? કવિ આનંદધન કહે છે :
સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, સાધુ ભાઈ ! અપના રૂપ દેખા,” કરતા કૌન કૌન કુની કરની ? કૌન માગેગા લેખા ?
(“આનદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૧૨૬) આ સમયે કેવા આનંદના દિવસો વિત્યા છે, તેનું સુમતિના મુખે આલેખન કરતાં કવિ કહે છે કે, હે ચેતન ! તારી મીઠાં બોલ પર હું વારી જાઉં છું. તારા સિવાય બીજા બધા મને બૂરા લાગે છે. હવે તારા વિના મારાથી રહેવાશે નહીં. સુમતિ કહે છેઃ
મેરે જીયકું કલ ન પરત છે, બિનું તેરે મુખ દીઠડે; પ્રેમ પીયાલાં પીવત પીવત, લાલન ! સબ દિન નીઠડે.”
આ સમયે “સોહં સોહં”નો ધ્વનિ ગૂંજવા લાગે છે. કવિ આનંદધનને તો આ સિવાય બીજો કોઈ વિચાર કરવો પસંદ જ નથી :
ચેતન ! ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં સોહં અણુ ન બીયા સારો.”
(‘આનદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૨૪૯) અંતરને કારણે અનાહતુ નાદના વિજયડંકા બજયડંકા બનવા માંડે છે. આનંદરાશિરૂપ વર્ષા મૂશળધાર વરસવા માંડે છે. અને વનના મયૂરો એકતારરૂપ થઈ જાય એવી એકરૂપતા સુમતિ અને ચેતન વચ્ચે સધાય છે.
મીરાં અને આનંદધનનાં પદોમાં નિરૂપણનું લાલિત્ય સરખું છે, પરંતુ બંનેનો આલેખ્ય વિષય તદન ભિન્ન છે. મીરાં પ્રણયની નિર્વ્યાજ અનુભૂતિનું સાહજિક આલેખન કરે છે, જ્યારે આનંદધનમાં એ પ્રણય સુમતિ અને ચેતનના આત્મપિપાસુ પ્રણયના પરિવેશમાં લપેટાયેલો
નારા
(૧૯)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪