Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રત્યાખ્યાન ખૂબ જ જરૂરી છે. પ્રતિજ્ઞા એ કરારનામું છે. અત્યારે પાપ કરતાં નથી, વસ્તુ ભોગવતા નથી છતાં મમત્વને કારણે ભાગીદારી છે જેથી વિશ્વના પાપના ભાગીદાર બનીએ છીએ. પ્રતિજ્ઞા કરવાથી તેમાંથી મુક્ત બની શકીએ છીએ. પ્રતિજ્ઞા શા માટે કરવી જોઈએ ?
(૧) પાપ કરવાથી જ પાપ લાગે છે તેમ નથી, પાપને પાપ ન માને તો પણ પાપ લાગે છે. પાપના પણ પ્રત્યાખ્યાન ન કરે ત્યાં સુધી પાપ લાગે છે.
(૨) વનસ્પતિ આદિ એકેન્દ્રિયના જીવોને પણ જૂઠ્ઠું બોલવાનું પાપ લાગે છે. તેમ સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં જાણીને કહેલું છે. તેથી પાપને પાપ માની તેનો ત્યાગ ન કરે ત્યાં સુધી પાપની ક્રિયા લાગે છે. જેમ કનેકશન કપાવે નહિ ત્યાં સુધી ઈલેક્ટ્રીકસીટી ન વાપરવા છતાં મિનીમમ ચાર્જ લાગે છે તેમ પાપનો પ્રત્યાખ્યાન દ્વારા ત્યાગ ન કરે ત્યાં સુધી, પાપ ન કરે છતાં અમુક ક્રિયા લાગે છે, (ભગવતીસૂત્ર શતક ૧)
(૩) અવ્રત એ આત્માનો વિભાવ છે. વ્રતો ધારણ કરવા તે આત્માનો સ્વભાવ છે. (સંયોગજન્ય) અવ્રત એ આશ્રવ છે. વ્રત એ સંવર છે. અવ્રત એ કર્મબંધનનું કારણ છે. વ્રત દ્વારા કર્મબંધન અટકે છે. વ્રત આરાધના કરવાથી કર્મની નિર્જરા અને પુણ્ય ઉપાર્જન પણ થાય છે. સંવર અને નિર્જરાના લક્ષ્યર્થી ૧૮ પાપ સર્વથા છોડવા જેવા માનીને, યથાશક્તિ વ્રત ધારવા અને પાપની અનેક ક્રિયાઓની હળવા થવું જોઈએ.
અવળી માન્યતા છોડીને સમ્યગ્દર્શન વિશુદ્ધિના નિયમોને દેઢતાપૂર્વક ધારણ કરવા જોઈએ. એ માટે સમ્યગ્ જ્ઞાન જરૂરી છે એટલે જીવનમાં શાસ્ત્રનો અભ્યાસ જેટલો થાય તેટલો વધુ કરવો જોઈએ. મિથ્યાત્વથી છૂટવા અરિહંત દેવો, તથા નિગ્રંથ પંચમહાવ્રતનું
૧૫૦ જૈનસાહિત્ય
જ્ઞાનધારા
જ્ઞાનસત્ર-૪