Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઉપ મુનિશ્રી સંતબાલ તો ગુણાભવ ની .
- મત્કચંદ રતિલાલ (કામદાર) (અમદાવાદની બી.ડી. આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક, દેશવિદેશમાં જૈનધર્મનાં પ્રચાર માટે અનેક પ્રવચનો આપ્યાં છે. છ પુસ્તકો પ્રગટ થયાં છે - તો બહાચર્ય સરળ છે લોકપ્રિય પુસ્તક છે, જેનધર્મના વિવિધ વિષયો પર તેમના લેખો અવારનવાર
પ્રગટ થાય છે. વિશ્વ વાત્સલ્યના તંત્રી મંડળમાં છે.) ૧. પોતાના જન્મદિન “બળેવ'ને અનુરૂપ સંતબાલજીનું છેક શરૂથી નારીમાં નારાયણી જોવાનું થયેલું સંસ્કાર ઘડતર
બળેવ એટલે રક્ષાબંધનનો દિવસ, એ દિવસે બહેનો ભાઈને રક્ષા બાંધીને, પુરુષોને ભાઈ બનાવીને તેમની મારફત પોતાની (શીલ) રક્ષા ઈચ્છતી હોય છે. તો સંતબાલજી બળેવનાના દિવસે જ જન્મેલ છે. એમાં જ જાણે કુદરતનો એવો સંકેત છે કે આ વ્યક્તિ તમામ બહેનોની ભાઈ બનીને જીવનભર રક્ષા આપશે અને આપણે જોયું કે સંતબાલે પરમાત્માને 38 મૈયા સ્વરૂપે ભજીને અને “સકલજગતની બની જનેતા વત્સલતા સહુમાં રેડું' એ ભાવનાનો પોતાના જીવનમાં અને સમગ્ર માનવસમાજમાં પ્રસારપ્રચાર કરીને તેમણે પુરુષજાતિ તરફથી નારીને નારાયણી સ્વરૂપે જોવા પ્રચંડ સંવેદના જગાવી તેમાં સફળતા પ્રાપ્ત કરી હતી. વળી તે સમયે સામાજિક જીવનમાં નારી ખૂબ કચડાયેલી હતી. સંતબાલજીએ તે અંગે મહિલા મંડળો, માતૃસમાજની સ્થાપના કરીને, તેમના વિવિધ સંગઠનો રચીને એ રીતે વિવિધ હુંફ આપીને, અન્ય ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ સાથે, નારી પ્રતિષ્ઠા ઊભી કરવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
૧૦૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા