Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 211
________________ મેળવી હતી. જૈન અને જૈનેતર ધારાસભ્યો, અમલદારો વગેરે તેમનું કાર્ય કરવા તત્પર રહેતા હતા. વિજયવલ્લભ સ્મારક ઃ પરમપૂજ્ય વિજય વલ્લભસૂરિજીના સ્મારકની જવાબદારી મૃગાવતીજી પર હતી. ગુરુની આજ્ઞા થતાં તેઓ ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી ૧૮-૨૦ કિલોમીટર દૂર હાઈવે પર આવેલી વિશાળ રમણીય જગ્યા ભવ્ય સ્મારક માટે પસંદ કરવામાં આવી. પૂજ્ય મૃગાવતીજીની લબ્ધિ એ છે કે તેમની નિશ્રામાં બે કરોડથી વધુ રૂપિયા દાનમાં ભેગા થઈ ગયાં. વલ્લભ સ્મારક એ મૃગાવતીજીના કર્મઠ જીવનની એક શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. ત્યાંની ભૂમિના કણેકણમાં, ભવન અને ખંડમાં મૂર્તિ અને સર્વમાં એમની આધ્યાત્મિક સાધના અને કાર્યકુશળતાના દર્શન થાય છે. ખાદીધારી : મૃગાવતીજી શ્વેત શુભ્ર ખાદી પહેરતા હતા. એમની સાદાઈ અને સરળતામાં એમની તપસ્યા અને સાધનાનું વણાટ હતું. તેઓ જૈન સાધ્વીના કઠિન વ્રતો અનાયાસ રીતે પાળતાં હતા અને એમની શિષ્યાઓને પણ એમની એ જ પ્રેરણા હતી. એમના સ્વભામાં સહજ મૃદુતા, ઊંડાણ અને માનવતાનાં દર્શન થતાં હતા. તેઓ વિદૂષી હતા. એમની વિદ્વત્તામાં કોઈ આડંબર ન હતો. ચિંતકો, કલાકારો અને ભારતીય પરંપરા માટે એમના હૃદયમાં વિશેષ માન હતું. વિવિધ સંસ્થા નિર્માણ ધર્મજ્ઞાન અને સંસ્કારની સંસ્થા, વ્યક્તિના ઉદ્ધારની સંસ્થા એટલું જ નહિ તેઓ પોતે સ્વંય એક સંસ્થારૂપે હતા. મહત્તરા મૃગાવતીજીની પ્રેરણાથી અનેક કાર્યો થયાં હતા અને અનેક સંસ્થાઓની સ્થાપના થઈ હતી. તેમની પ્રેરણા અને નિશ્રામાં જિનમંદિરોનું નિર્માણ, જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા થયા હતા. તેમાં લુધિયાણા, કાંગડા, ચંદીગઢ, માલેરકોટલા, સરધના, અંબાલા ૨૦૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ જ્ઞાનધારા

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218