Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 210
________________ યાત્રાએ ગયા હતા. એટલું જ નહીં પણ એ તીર્થના ઉદ્ધાર માટે લોકોને ઉપદેશ આપ્યો હતો. તેઓના હૃદયની ઉદારતા અને વિશાળતા એવી હતી કે તેઓ મૂર્તિપૂજક ફીરકાના હોવાં છતાં સ્થાનકવાસી અને તેરાપંથી સ્થાનકોના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપતા હતા. ચંદીગઢમાં હતા ત્યારે દિગમ્બરોના ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું હતું એટલું જ નહિ પણ દિગમ્બરોને એમની વિધિ પ્રમાણે પર્યુષણ પર્વની આરાધના કરાવી હતી. વિશાળ હૃદયા મૃગાવતીશ્રી ગચ્છોની બાબતમાં પણ ઉદાર દૃષ્ટિકોણ રાખતાં હતા. પોતે તપગચ્છના હતા પણ ખરતરગચ્છા અચલગચ્છના ધાર્મિક પ્રસંગો તથા શિબિરોમાં જાતે હાજરી આપતાં. અદ્ભુત સ્મરણશક્તિ ઃ મૃગાવતીજીની એક ખાસ વિશેષતા એ હતી કે તેમની સ્મરણશક્તિ ગજબની હતી. એમને લગભગ ૬૦ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. તે ઉપરાંત તેઓ પોતાને મળતા બધાંને તેમના નામથી ઓળખતા હતા. લુધિયાણા, જલંધર, અંબાલા, ચંદીગઢ, વગેરે નગરોના વિહાર દરમ્યાન અનેક જૈન કુટુંબો સાથે પૂજ્ય મૃગાવતીજીનો ગાઢ સંપર્ક રહ્યો હતો. તે બધાને તેઓ નામથી જ બોલાવતા. આ કારણે લોકો તેમની સાથે આત્મીયતાનો અનુભવ કરતા અને તેથી જાહેર કાર્યોમાં તેમને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળતી અને લોકો તેમના સાન્નિધ્યમાં શાંતિનો અનુભળ કરતા. આવો એમના પવિત્ર જીવનનો પ્રભાવ હતો. એક ભગીરથ કાર્ય : મૃગાવતીએ એક ભગીરથ કાર્ય કર્યું હતું અને તે એ કે આચાર્ય ભગવંતોની પ્રેરણા અને સહકારથી પાકિસ્તાનના ગુજરાનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભંડારોમાં કેટલીય હસ્તપ્રતો રહી ગઈ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમાંથી છ હજાર હસ્તપ્રતો મૃગાવતીજીએ પાછી મેળવી હતી. તે ઉપરાંત પાકિસ્તાનમાં આવેલા પૂજ્ય આત્મારામજીના સમાધિમંદિરમાં જવાની પરવાનગી ગુજરાનવાલાના ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચાડીને મૃગાવતીજીએ (૨૦૩ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ છે અને તેથી અને લોકજીવનનો એક ભગીરથી પાકિ જ્ઞાનધારા

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218