Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૩૩. મુનિશ્રી સંતબાલ એક વિણ વિનિ
હર્ષદ મહેતા
(એમ.એ.)
ટેક્ષકન્સલટન્ટ
(મુંબઈમાં સેમીનાર અને જૈન સાહિત્ય લેખો લખે છે.)
મુનિશ્રી સંતબાલજી એટલે સર્વ જીવોના હિતેચ્છુ, વાત્સલ્યના પૂંજ સમાન જેનો જ્યાં પણ કોઈ જીવ દુઃખી ભાળે, તેનું આંતરડું કળકળતું અને તેના દુઃખમાં સહભાગી થવા તે હરહંમેશ તત્પર જ રહેતા. સંયમના ભાવ ખૂબ નાનપણથી જડતા. કોઈપણ સાધુસંતોની વૈયાવચ્ચ કરવા અતિહર્ષોલ્લાસથી તૈયાર થઈ જતા. સાધુસાધ્વીજીના વિહારમાં તો તેને ખૂબજ આનંદ આવતો. તેમના સતત થતા સાનિધ્યમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાનનો ખૂબ રસપૂર્વક અભ્યાસ કર્યો. છદ્રવ્યો, નવતત્ત્વ, ગુણસ્થાન, કર્મપ્રકૃતિ, આચારાંગાદિ આગમ ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ઉત્તરાધ્યયન અને ભગવતીસુત્રો આદિ ગ્રંથોનો હરહંમેશ ચર્ચા દરેક સંતો સાથે કરતાં. તેમાં પૂ. નાનચંદજી મ.સા. પાસે દીક્ષા અંગીકાર કરવાના ભાવો પ્રગટ કર્યા. તેમની યોગ્યતા જાણી ગુરુદેવે અનુમતિ આપી અને વાંકાનેર મુકામે તેની દીક્ષા નક્કી થઈ. તેમના વ્યાખ્યાનોમાં લોહાણા, કણબી, ખેડુતો, કડિયાઓ, મીયાણાઓ બોરીચાઓ આદિ અન્ય જૈનેતરો ખૂબ આવતા. તેમાં ઘણા નવકાર મંત્રોના આરાધક બની ગયા હતા. એકાસણા, સમાયિકાદિ તપ ત્યાગથી ભાવિત થતા. ખુશાલભાઈ માસ્તર દરરોજ સાંજે પ્રતિક્રમણ કરાવતા. તેમની સાનિધ્યમાં ગામમાં ધાર્મિક માહોલ છવાઈ જતો.
જ્ઞાનધારા
છે જૈન જ્ઞાનસત્રો, સંમેલનમાં અભ્યાસપૂર્ણ
૧૮૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪