Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કર્યું કે “સંતબાલજી જૈન સાધુ નહીં, જગતસાધુ છે.”
સમુદાયના ઊહાપોહ છતાં સંતબાલજી પોતાને લાધેલા સત્યમાંથી જરાયે વિચલિત થયા નહીં કે છેક સુધી જૈન સાધુ-વેશ પણ ત્યજ્યો નહીં. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોથી એ ક્યારેય અળગા થયા નથી. સંતબાલજી એટલે મૂર્તિમંત જૈનત્વ. એમની અંતઃસ્ફરણાએ એમની ગાંધી વિચારની દિશામાં ગતિવિધિ રહી હોય એમ માનવું વધુ યોગ્ય ગણાશે.
જૈન દર્શનમાં બાર ભાવનાઓ દર્શાવાઈ છે. એમાંની સાતમી આસવ ભાવના છે. એમાં કષાયો થકી જે કર્મો પ્રવેશ કરે છે એ કષાયોને ચાર ભાવનાઓથી રોકવાની વાત આવે છે. આ ચાર ભાવના છે ૧. મૈત્રી, ૨. પ્રમોદ, ૩. કરુણા અને ૪. માધ્યચ્ય.
આ ચાર ભાવનાઓથી સંતબાલજીનું જીવન કેવું ઓતપ્રોત હતું તે આપણે જોઈશું.
૧. મૈત્રી ભાવનામાં વિશ્વના નાનામોટા સઘળા જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાની વાત છે. જૈનોના વંદિતુ' સૂત્રમાં પણ કહ્યું છે કે મિત્તિ મે સવ્ય ભૂએસુ, વેરે મઝે ન કેણઈ (સર્વ જીવો પ્રત્યે મારી મૈત્રી છે, કોઈ પણ સાથે મારે વૈરભાવ નથી.) સંતબાલજીના જીવનસંદેશને એક જ શબ્દમાં વ્યક્ત કરવો હોય તો એ છે. વિશ્વવાત્સલ્ય'. એના પ્રતીકરૂપે જ એમણે ઉ% મૈયા'નો મંત્ર આપ્યો. વાત્સલ્ય એ પ્રેમનું શુદ્ધતમ સ્વરૂપ છે. અને આ વાત્સલ્યનો સ્રોત છે. જનની-માતા-મૈયા. “ૐ મૈયા શરણમ્ મમ' દ્વારા સકલ સૃષ્ટિનું વાત્સલ્ય પોતાને પ્રાપ્ત થાય એમ ઇચ્છવું, તો બીજી બાજુએ “સકલ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું' એમ કહી પોતાનું હૃદયવાત્સલ્ય સમગ્ર વિશ્વ સુધી વહાવવાની ભાવના વ્યક્ત કરી. અહીં શ્રી ઉમાશંકર જોશીનું “વિશ્વમાનવી' કાવ્ય યાદ આવે. સંતબાલજી આવી કવિતા જીવી ગયા. એમનો આ મંત્ર જૈન સિદ્ધાંતકથિત મૈત્રી
જ્ઞાનાધારા
(૧૦૫
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪