Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કચાશ રાખી હશે ખરી ?
સંતબાલજી સ્થાનકવાસી જૈન સાધુ હતા. દીક્ષા માટેનો એમનો અભિલાષ એટલો તીવ્ર હતો કે પોતાની વાગદત્તાને પણ બહેન કરીને સાડી ભેટ આપી અને ૧૯૨૯માં ગુરુશ્રી નાનચંદ્રજી મહારાજ પાસે દિક્ષા લઈ એમના શિષ્ય બન્યા.
૧૯૩૭માં રણાપુર ખાતેની કાષ્ઠ-મૌનની સાધનાએ એમના જીવનમાં મોટો વળાંક આપ્યો. એમની અંતઃસ્ફરણાએ એમને જે સત્ય સમજાયું કે એમણે મૌન-ત્યાગ પછી નિવેદન સ્વરૂપે પ્રગટ
આ નિવેદનના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે છે.
૧. નાતજાતના ભેદભાવ વિના શાકાહારી કુટુંબને ત્યાંથી ગોચરી લેવી.
૨. પોતાને રૂઢિગત ગુરુવંદન નહીં કરવું. ૩. સાધુ ભગવંતે સાધ્વીજીને સમાનભાવે સન્માન આપવું. ૪. 8 મૈયાનો મંત્ર-સ્વીકાર. ૫. વિહારમાં બહેનોની સામેલગીરી ૬. મુહપત્તી ખાસ પ્રસંગોએ બાંધવી.
આ ઉપરાંત સર્વધર્મપ્રાર્થના, ધર્મમય સમાજરચના અને લોકકલ્યાણનાં કામોમાં જૈન સાધુની સક્રિયતા – આ બધી બાબતો એવી હતી જેમાં જૈન સમાજને સાધુજીવનની આચારસંહિતાનો વિચ્છેદ થતો લાગ્યો. પરિણામે એમને ગોચરી વહોરાવવી નહિ, વસતિમાં ઉતારો આપવો નહીં જેવાં નિયંત્રણો મુકાયાં. અને સમુદાયમાંથી અલગ કરી દેવા માટે ગુરુ નાનચંદ્રજી ઉપર દબાણ થવા લાગ્યું.
ગુરુએ જોકે દબાણવશ થઈને એમને બાહ્ય રીતે ભલે દૂર કર્યા, પણ અંતરમાંથી તો વેગળા ન જ કર્યા. તેથી જ એમણે, જાહેર
SIનવાસ
(૧૦૪)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪