Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અજમેરમાં મળેલા સાધુ સંમેલનમાં તેઓ છવાઈ ગયા હતા અહીં કરેલા શતાવધાન માટે તેમને “ભારતરત્ન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેઓ એક વિદ્વાન સાધુ તરીકે જૈન સમાજમાં પંકાઈ ગયા હતા. તેમણે પાછળથી “સંતબાલ” નામ ગ્રહણ કર્યું. તેમણે આ નામે “સુખન સાક્ષાત્કાર” “આદર્શ ગૃહસ્થાશ્રમ” “માનવતાનું મીઠું જગત’ નામનાં પુસ્તકો લખ્યાં. જેમાં ગુરુદેવ મુનિ શ્રી નાનચંદ્રજીના ઉપદેશોનો સમાવેશ કર્યો હતો. ધર્મપ્રાણ લોકાશાહ' એ તેમનું મૌલિક સર્જન હતું. તેમાં મૂર્તિપૂજાના વિરોધની વાત પણ આવતી હતી. આથી મૂર્તિપૂજક સંઘો છંછેડાયા. તેમના ગુરુ સહુને એક કરવા મથતા તેમાં આ ઘટના મૂંઝવતારૂપ બની.
એક વર્ષ માટે કાષ્ટ મૌનમાં ઉતરી ગયા. આ તેમના જીવનનો Turning Point હતો. નવા જીવનનો પ્રારંભ હતો. સંતબાલજીએ એક વર્ષના સંપૂર્ણ મૌન પછી ૧૯૩૭માં એક નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનથી સમગ્ર જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. આ નિવેદન જૈન મુનિના બાહ્ય આચરણ અંગે હતું. તેમાં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો અંગે કોઈ બાંધછોડ ન હતી. અત્રે એ ખાસ નોંધવું જોઈએ કે અનેક અગવડો, ભારે મુસીબતોની વચ્ચે પણ જૈનધર્મના પાયાના સિદ્ધાંતોમાં જીવનના અંત સુધી તેમણે બાંધછોડ કરી ન હતી.
આમાં પ્રશ્ન એ હતો કે એક જૈન સંત સાધુધર્મ સ્વીકારે પછી સમાજમાં જૈન સંત તરીકે તેનું વર્તન કેવા પ્રકારનું હોવું જોઈએ? માત્ર આત્માની આધ્યાત્મિક ઉન્નતિ પૂરતું મર્યાદિત કે સમાજહિતનાં કાર્યોનાં ભાગ લેવા સુધી વિસ્તૃત-રૂઢિ પ્રમાણે પ્રથમ વાત જ સ્વીકાર્ય હતી. તેથી જ તેમનો બહિષ્કાર થયો. અલબત્ત જૈન સમાજે તેમને વાડા બહાર કર્યા તે ઘટનાએ જ તેમને વિશેષ બળ આપ્યું.
હવે સંતબાલજી એકલા હતા. સંઘોના દબાણને લીધે તેમના ગુરુએ પણ તેમને છૂટા કરી નાખ્યા હતા પ્રથમ ચાતુર્માસ ક્યાં કરવો તે વિકટ પ્રશ્ન હતો. અંતે અમદાવાદ અને બાવળા વચ્ચે વાઘજીપુરામાં એક કુટિરમાં તેમણે ચાતુર્માસ કર્યો. આ સમય
રનવાર
(૧૬૪)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪