Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૦ વિશ્વવાસના ચાલકો સ મતિથી સતવિ
પ્રો. નવીનચંદ્ર કુબડિયા
(પ્રો. એન. એમ. કુબડિયા (એમ.એ., બી.એડ્ ગુજરાતી વિભાગના અધ્યક્ષ-જયહિંદ કોલેજ. લેખક, સંપાદક વ્યાખ્યાનમાળાના આયોજક-પ્રમુખ, સેમિનારમાં ભાગ લે છે વિશિષ્ટ એવોર્ડ વિજેતા છે.)
જે મહાત્માની પુણ્યયાત્રાએ જૈનધર્મમાં સાત્ત્વિક ક્રાંતિ આણી
તે મુનિશ્રી સંતબાલજીનું જીવન પણ નોંધપાત્ર હતું. માતા મોતીબેન અને પિતા નાગજીભાઈના ગરીબ કુટુંબમાં ટોણ ગામે જન્મેલા સંતબાલજીનું મૂળ નામ શિવલાલ હતું. ગૌતમબુદ્ધના જીવનની જેમ ઈમામ અલીશાહે શિવલાલ માટે ભવિષ્ય ભાખેલું, “શિવલાલ કાં તો મોરો લખપતિ દાનેશ્વરી થશે અથવા આધ્યાત્મિક નેતા બનશે. જન્મથી જ તેઓ ક્રાંતિકારી અને કાંતર્દષ્ટા હતા તેમની માતાના અવસાન પ્રસંગે જ તેનાં દર્શન થયા. તે વખતે માતાના મૃત્યુબાદ સામાજિક પરંપરા પ્રમાણે કારજ કરવું જ પડે પરંતુ તેમને તે પ્રથા યોગ્ય ન લાગતાં ઘસીને ના પાડી દીધી. અને ઘણા દબાણ છતાં કારજ ન કર્યું તે ન જ કર્યું. આમાં તેમની હિંમત અને પરંપરા સામે લડવાની મક્કમતાનાં દર્શન થાય છે.
શિવલાલ સૌભાગ્ય મુનિ બન્યા. તેમણે જૈન ધર્મનો ગજબનો અભ્યાસ કર્યો. આગળ જતાં દશવૈકાલિક સૂત્ર” “ઉત્તરાધ્યયન સૂત્ર” આદિ ગ્રંથોનું પણ તેમણે સર્જન કર્યું. શ્રાવકાચાર અને અન્ય સાહિત્યિક પુસ્તકો પણ લખ્યાં. તેમનો ક્ષયોપક્ષમ પણ ઉત્તમ હતો. ૧૬૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
|જ્ઞાનધારા