Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નથી. દરેક વ્યક્તિનો ઉત્સાહ, આત્મબળ, પરાક્રમ અને ક્ષમતા સરખા હોતા નથી તેથી જ વ્રત અને આગાર રાખવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તે પરાણે અપાતા નથી. તેથી દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાનુસાર સાધનાના માર્ગમાં પ્રવેશ કરી શકે છે. પ્રવેશ કર્યા બાદ પોતાની સાધનાનો વિકાસ કરતા જાય છે, આગાર ઘટાડતા જાય છે તેમ કરતા કરતા તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત (શ્રમણ જેવો) બની શકે છે. વ્રતો શા માટે ધારણ કરવા જોઈએ ?
અનાદિકાળથી આ જીવ ચર્તગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી મોહને આધીન થઈ કર્માનુબંધન કરતો રહેશે ત્યાં સુધી ભ્રમણ પણ ચાલુ જ રહેશે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યોગના કારણે જીવ જન્મ-મરણની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. તેમાંથી મુક્ત થવા વિતરાગી દેવોએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. આપણો આત્મા ચૌદ રાજલોકમાં જ્યાં જ્યાં ગયો ત્યા ત્યાના પદાર્થો ભોગવ્યા અને મમત્વ ભાવે તેમાં બંધાયો. અવ્રત અને અપચ્ચકખાણના ભાવે ત્યાંથી માર્યો મરતી વખતે મોહ-મમતાને કારણે પોતાના સાધનો, અધિકરણો આદિ વસરાવ્યા નથી. જેથી તેના દ્વારા થતી ક્રિયાનો આશ્રવ મરનારને આવે છે. જ્યા સુધી આ આશ્રદ્વાર બંધ ન થાય ત્યા સુધી પાપનો પ્રવાહ આવ્યા જ કરે છે. આ આશ્રવ બંધ કરનાર વ્રત-પચ્ચકખામ છે. જેટલા વ્રત-પ્રત્યાખ્યાન કરીએ તેટલો આશ્રવ અટકે ને પાપની આવક બંધ થાય. જેવી રીતે ઘરના બારીબારણા ખુલ્લા હોય તો તેમાંથી ધૂળ, રજકણો અને કચરો અંદર આવ્યા કરે છે. પણ જો તેને બંધ કરી દઈએ તો કચરો ન આવે તેવી જ રીતે આશ્રવના દ્વાર ખુલ્લા છે, ત્યાં સુધી પાપના કચરા ભરાયા કરે છે. પણ જેવા વ્રત-પ્રત્યાખ્યાન દ્વારા-સંવર દ્વારા દ્વાર બંધ કર્યા એટલે પાપનો કચરો ભરાતો બંધ થાય છે જીવનમાં વ્રત
જ્ઞાનધારા
૧૫
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪