Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પાલન-પોષણ કરેલા, આ શરીરના મમત્વને હટાવીને, ચાર શરણા લેતો થકો, પંડિત મરણે મરીશ, તે દિવસ મારો ધન્ય અને પરમકલ્યાણકારી થશે. ઉપસંહાર :
આમ જિન આગમ અનુસાર શ્રાવકાચાર શું છે ? તેની આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરી. ઉપાસકદશાંગ અને દશાશ્રુતસ્કંધમાં શ્રાવકાચારની ઘણી બધી વાતોને વણી લેવામાં આવી છે. ઉપાસકદશાંગ સૂત્રમાં તો ભગવાનના ૧૦ શ્રાવકોનું જીવન ધર્મકથાનુયોગ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. સાચા સુખનો માર્ગ
आपदां कथितः पन्था, इन्द्रियाणाम् असंयमः ।
तज्जयः संपदां मार्गो, येनेष्टं तेन गम्यताम् ॥ કહેવાનું તાત્પર્ય એ જ કે આ માનવભવ મળ્યો છે તેમાં. યોગ્ય રીતે શ્રાવકધર્મનું પાલન કરી, કાલાંતરે પાંચ મહાવ્રતધારી બનીને પુરૂષાર્થ કરશું તો મોક્ષ અવશ્ય મળશે જ. જિન આગમમાં ભગવાને શ્રાવકાચારનું જ સ્વરૂપ બતાવ્યું છે તેનું નિરૂપણ અહીંયા કર્યું છે. આ શ્રાવકાચાર એ મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે. માટે તેની મહત્તા અપરંપાર છે તેને સમજી તેનું યોગ્ય રીતે આરાધન કરીએ તે જ અભ્યર્થના.
જ્ઞાનધારા
(૧૫૯)
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૪