Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નાખવાની જરૂર નથી. દંતશુદ્ધિની જરૂર છે.” એ માટે એમણે યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીતરાગ સ્તોત્રના વીસ પ્રકાશ એમ બત્રીસ પ્રકાશની રચના કરી આપી જેના પઠનથી દાંતની બત્રીસી શુદ્ધ રહે. આથી કુમારપાળ મહારાજાએ રોજ સવારના ઊઠીને આ બે કૃતિઓનું પઠન કર્યા પછી જ દંતશુદ્ધ કર્યા પછી જ મુખમાં પાણી લેવાની નિયમ જીવનપર્યત રાખ્યો હતો એથી ત્યાર પછી ક્યારે ય એમને માંસભક્ષણનું સ્મરણ થયું નહોતું.
--
“વીતરાગસ્તોત્ર” નામનું આ સ્તોત્ર “વીતરાગસ્તવ” અથવા “વિંશતિ પ્રકાશ” એવા અપર નામથી પણ પ્રચલિત છે.
કુમારપાળ મહારાજા પછી પાટણની ગાદીએ આવેલા અજયપાળ રાજાના મંત્રી યશઃપાલ સંસ્કૃત ભાષાના મોટા વિદ્વાન હતા અને એમણે “મોહરાજા પરાજય” નામનું સંસ્કૃતમાં નાટક લખ્યું છે. એમાં એમણે વીતરાગ સ્તોત્રના વીસ પ્રકાશને વીસ દિવ્ય ગુલિકા (ગોળીઓ) તરીકે ઓળખાવ્યા છે. એટલે વીતરાગ-સ્તોત્ર” એ અધ્યાત્મિક રોગમાં દિવ્ય ઔષધ સમાન છે. એમ મનાય છે. એના રસપૂર્વકના અને શ્રદ્ધા સહિતના અધ્યયનથી એ વાતની પ્રતીતિ થાય છે. “વીતરાગસ્તોત્ર”માં એમની સર્જકતા કાવ્યની બાહ્ય આકૃતિની દૃષ્ટિએ વધુ ખીલી છે. એમાં ભક્તિભાવની આર્દ્રતાની સ્થળે સ્થળે પ્રતીતિ થાય છે. કેટલાક પ્રકાશમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા એટલી અધિકૃત, તર્કબદ્ધ, સપ્રમાણ, સંક્ષિપ્ત અને સચોટ રીતે અભિવ્યક્તિ થઈ છે કે તે વાંચતા જ વાચકના મનમાં વસી જાય છે.
વીતરાગ સ્તોત્રના વીસ પ્રકાશમાં કેવા વિષયનું નિરૂપણ થયું છે તે વિવરણકાર શ્રી પ્રભાનંદસૂરિએ નીચે પ્રમાણે એક એક શબ્દમાં જણાવ્યું છે. પ્રકાશ ઃ (૧) પ્રસ્તાવના, (૨) સહજાતિય વર્ણન, (૩) કર્મક્ષય જાતિય વર્ણન, (૪) સુરકૃાતિશય વર્ણન, (૫) પ્રતિહાર્ય, (૬) વિપક્ષ નિરાસ, (૭) જગત્કર્તુત્વનિરાસ, (૮) એકાન્તનિરાસ (૯) કલિકાલોપ બૃહણ, (૧૦) અદ્ભુત, (૧૧) ४७ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનારા