Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સારસંભાળ તેણે જે કુનેહ, કાર્યદક્ષતા અને મુત્સદ્દીગીરીથી કરી તેનાથી તો ભલભલા પુરૂષો પણ પાછા પડી જાય છે. અને આમ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરી, સંયમમાર્ગ સ્વીકારી, ચંદનબાળા જે તેમના ગુરૂણી હતા તેમનાથી પણ પહેલા કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.
મહા સતી સુલસા પણ અગાધ સહનશક્તિ, અગાધ આત્મજ્ઞાન અને અચલ ધર્મશ્રદ્ધાની સ્વામિની હતી. મહાવીરસ્વામીએ જૈન સ્વમુખે ધર્મલાભ કહેવરાવ્યા તેવી ભાગ્યશાળી સતી સુલસાની અખંડ સંન્યાસી તથા દેવે પરીક્ષા કરી. તેને ધર્મશ્રદ્ધાથી ટ્યુત કરવાના પ્રયત્નો કર્યા પણ તે અડગ, અટલ અને નિશ્ચલ રહી. ઘણાં વર્ષોના વિલંબ બાદ દેવકૃપાએ પુત્રનો જન્મ પણ ભરયુવાનીમાં પુત્રોનું મૃત્યુ પણ સુલસાની ધર્મશ્રદ્ધાને ડગાવી શક્યા નહિ. નશ્વર સંસારના ચળકાટને તેણે વાસ્તવમાં ઓળખી લીધો હતો જેને કારણે આવી પડેલા દુખે તેને વધુ ઉજ્વળ બનાવી. કસોટી કંચનની જ હોય કથીરની નહિ એ ન્યાયે તેણે જિંદગીમાં બધું સમભાવથી સહન કર્યું. ઊલટાનું આવેલ સંકટોએ તેની ધર્મશ્રદ્ધાને મજબૂત બનાવી, આરાધનામાં અભિવૃદ્ધિ થઈ, એક સમબુદ્ધિ સમ્યકજ્ઞાનનિષ્ઠ સાધ્વીની જેમ એ નિશ્ચલ બની ગઈ. સંસારમાં રહેવા છતાં તે હવે સાધ્વી સુલસા તરીકે ઓળખાતી હતી. જૈન ધર્મ પરની અડગ શ્રદ્ધા કાયમ રાખવાને કારણે તેણે એ રીતે સંસ્કૃતિની જ્યોતને જલતી રાખી અને જૈન ધર્મ પ્રત્યેનું લોકોનું જે બહુમાન હતું તે ખૂબ જ વધાર્યું.
સહનશીલતાની મૂર્તિ સુભદ્રાદેવી એટલે તપ-ત્યાગની પ્રતિમા, સહનશીલતાની પ્રતિમૂર્તિ અને ક્ષમાધર્મનું મૌન સ્વરૂપ. શાસ્ત્રો અને સપુરૂષો કહે છે કે વિધાતાએ પુરૂષોનું હૃદય કઠોર અને સ્ત્રીઓનું હૃદય કોમળ ઘડ્યું છે. સાસુ-પતિ વગેરે દ્વારા અપાતા અસહ્ય ત્રાસને સહન કર્યો છતાં ધર્મ પર આંચ ન આવવા દીધી એટલું જ નહિ
જ્ઞાનધારા
(૧૧૯)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪