Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરોપકાર એજ પુણ્ય છે. (૨૦) પરહિતકર્તા હોય (૨૧) લબ્ધલક્ષી હોય : શ્રાવકને જ્ઞાનાદિ ગુણની લાલસા હોય છે. શ્રાવક સદૈવ નવો નવો અભ્યાસ કરે, શાસ્ત્ર અને ગ્રંથોના પઠન-પઠન કરી લબ્ધલક્ષીધ્યેયની પ્રાપ્તિ કરનાર હોય છે.
શ્રાવકના બારવત
જેવી રીતે તળાવમાં પાણીની આવક રોકવા માટે તેમાં જે જે પાણી આવવાના નાળા હોય તેને બંધ કરી દેવા પડે છે તેવી રીતે આત્મરૂપ તળાવમાં પાપરૂપ પાણી આવતું રોકવા માટે ઇચ્છાનું નિરૂંધન કરવું પડે છે. ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહે છે. જેઓ સર્વથા પાપ વ્યાપારથી નિર્વતે છે તેવા સાધુ સર્વવિરતિ કહેવાય છે જેઓ આવશ્યકતા અનુસાર છૂટ રાખી શક્તિ પ્રમાણે ઇચ્છાનો નિરોધ કરે છે તેઓ દેશવિરતિ (શ્રાવક) કહેવાય છે. સમકિત પ્રાપ્ત થયા પછી જે શ્રાવક વ્રત ધારણ કરે છે તે મિથ્યાત્વના બધા રીતરિવાજો છોડી દે છે અને પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું એમ બાર વ્રતોનું પાલન કરે છે.
આઠ વ્રત આચરણ કરવાથી શ્રાવકને નીચના ચાર શિક્ષાવ્રતોમાં પ્રવૃત્તિ કરવાથી ભૂતકાળમાં લાગેલી પાપોની સમજ અને ભવિષ્યમાં નિર્દોષ રહેવાની સાવધાનીરૂપ શિક્ષા (શિક્ષણ)પ્રાપ્ત થાય છે આથી તે શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત આત્મભાવમાં દાખલ થવાનો અભ્યાસ કરાવે છે. અનુભવજ્ઞાન સ્વાનુભૂતિ શીખવે છે.
શિક્ષાવ્રત : (૯) સામાયિક વ્રત અહિંસા-સમતા આદિની ઉત્કૃષ્ટ સાધના જે સમયે કરવામાં આવે છે તે સમયનું કર્તવ્ય સામાયિક કહેવાય છે. સામાયિક વ્રતનું સમ્યક્ પ્રકારે આરાધના કરવાથી ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે આત્માની અનંત શક્તિ પ્રગટ થાય છે રાગ ક્રોષ રૂપી દુર્જય શત્રુનો નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નોનો લાભ થાય છે. સામાયિક તો ભવભ્રમણથી છોડાવી, ભવિષ્યમાં સ્વર્ગના અને ક્રમશઃ મોક્ષના અનંત સુખને આપનારૂ છે. ચરમ તીર્થંકર ૧૪૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા