Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ખુલ્લાં હોય છે.
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના આનંદ આદિ દસ શ્રેષ્ઠ શ્રાવકનું વર્ણન છે. તે શ્રાવકો સોના-ચાંદી, સિક્કા તથા ગોધન વગેરે પ્રચૂર ધનના સ્વામી હતા. તે છતાં તેમની ગણના સર્વ શ્રેષ્ઠ શ્રાવકોમાં થઈ છે. તેમને મહાપરિગ્રહી શ્રાવક કહ્યા નથી કારણકે વ્રત સ્વીકારતી વખતે તેમની પાસે જેટલો પરિગ્રહ હતો તેમાં જ સંતોષ માન્યો અને જ્યારે છોડવાનો સમય આવ્યો ત્યારે અનાસક્તભાવે તે છૂટી પણ ગયું.
આનંદ આદિ શ્રાવકો ગૃહસ્થ જીવનની આવશ્યકતા અનુસાર ભોગ-ઉપભોગની સાધન-સામગ્રીની વ્યવસ્થા કરતા. તેની સાથે જ પોતાની સાધના માટે સાધનાને અનુકૂળ એક સ્થાનની વ્યવસ્થા પણ રાખતા હતા. જેને જૈન પારિભાષિક શબ્દમાં “પૌષધશાળા” કહેવાય છે. વર્તમાનમાં ગૃહસ્થા સાધકો માટે તે શ્રાવકોનું જીવન દિશાસૂચક છે. પોતાના ઘરમાં કેવળ ભોગ-વિલાસ યોગ્ય જ વાતાવરણ ન રાખતાં, સાધના યોગ્ય સ્વતંત્ર સ્થાન રાખવું.
આનંદ આદિ શ્રાવકોએ સાંસારિક જવાબદારી વિશાળ હોવા છતાં યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ વિશિષ્ટ સાધનાનું લક્ષ્ય રાખ્યું હતું. જૈનદર્શનમાં પ્રત્યેક સાધક જીવનું અંતિમ લક્ષ્ય આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. તે માટે અહર્નિશ ચિંતન અને મનન કરે છે અને ગૃહસ્થાશ્રમની જવાબદારીથી મુક્ત થવાનો સમય આવે ત્યારે તેને પામવાનો પ્રયત્ન શરૂ કરે છે. આમ, જીવનમાં અમુક વર્ષની ઉંમર નિશ્ચિત કરી લેવી જોઈએ ત્યાર પછી પૂર્ણ ધાર્મિક તપોમય જીવન જીવવું જોઈએ. | શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ આદિ દસ શ્રાવકો શ્રાવકધર્મનું સમ્યક પ્રકારે આરાધના કરીને એકાવતારી થયા.
કામદેવ આદિ શ્રાવકોને પૌષધમાં ધર્મશ્રદ્ધાથી વિચલિત કરવા દેવોએ ઉપસર્ગ આપ્યા હતા, છતાં તેઓ ચલિત થયા નથી. સૂરાદેવ
૧૫૨) જનસાહિત્ય જ્ઞાનસત્ર
જ્ઞાનધારા