Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મયણાસુંદરી મક્કમ રહી પરિણામે પિતા રાજાએ મયણાસુંદરીના લગ્ન કોઢીયા પુરુષ સાથે કરાવ્યા ત્યારે પણ મયણાસુંદરીએ જૈન સંસ્કૃતિમાંથી પીછેહઠ ન કરી અને પરિણામ એ આવ્યું કે આજે જૈન સંસ્કૃતિમાં મયણાસુંદરીનું ચરિત્ર પ્રથમ સોપાને છે.
જૈન સંસ્કૃતિમાં તપનું મહત્ત્વ ઊંચું છે. અકબર રાજાનાં સમયમાં શ્રાવિકા ચંપાબાઈ શ્રાવિકાએ ૧૮૦ દિવસના ઉપવાસ કરીને સંસ્કૃતિનું દર્શન કરાવેલ છે. જેને સંસ્કૃતિની એક સમજ એવી છે કે - ધર્મ કે નિગ્રંથ સાધુ ઉપર કલંક લગાડવું નહીં અને કલંક આવે તો જાનની બાજી લગાડીને દૂર કરવું. ચંપા નગરીમાં સાધુની આંખમાંથી પોતાની જીભ વડે તણખલુ કાઢતા સુભદ્રાદેવી- ધર્મ સાધુ ઉપર કલંક આવ્યું. સુભદ્રાદેવીએ આરાધના શરૂ કરી અને મનમાં નિર્ણય કર્યો કે જ્યાં સુધી કલંક દૂર ન થાય ત્યાં સુધી અન્ન-પાણી અગરાજ છે. ત્રીજી રાત્રીએ સાશનદેવી ચંદ્રેશ્વરી માતા પ્રગટ થયા અને કાચા સુતરના તાંતણે - ચારણીમાં પાણી કૂવામાંથી બહાર કાઢવાનું અને તે પાણી ચંપાનગરીનાં બંધ થઈ ગયેલા દરવાજા ઉપર છાંટવાનું - આ બધી જ બાબતો જૈન સંસ્કૃતિના દિપક સમાન ઈતિહાસની અંદર સુવર્ણ અક્ષરે સમાયેલી છે.
કર્મનો અટલ સિદ્ધાંત મનમાં રાખી ભગવંતની પ્રથમ માતા દેવાનંદાએ સંયમ સ્વીકારી મોક્ષગતિ મેળવી લીધી.
જૈન સંસ્કૃતિ ગુરુ આજ્ઞાને શિરોમાન્ય ગણે છે. કોઈપણ જાતના આચાર-વિચારમાં થયેલી ભૂલનું તુરત જ પ્રાયશ્ચિત માંગે છે. સાધ્વીમાતા મૃગાવતીજી - ભગવંતના સમોવસરણામાંથી ઉપાશ્રયે મોડા પહોંચ્યા. ગુરુ સાધ્વી માતા ચંદનાજીએ જૈન સંસ્કૃતિના આચાર વિરૂદ્ધ આચરણ બાબતે ઠપકો આપ્યો. સાધ્વી મૃગાવતીજીએ પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને પ્રાયશ્ચિત્તના ધ્યાનમાં શુકલધ્યાન થયું અને કેવળજ્ઞાની બન્યા. સામે પક્ષે મહાસતી ચંદનાજીને ઠપકો આપવા બદલ પસ્તાવો થયો અને ધ્યાન લાગ્યું અને એ પણ તુરત જ કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાનધારા.
૧૨૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪