Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(જીવને ભોગવવા પડતા) વિચાર-કારણ ઉપાય સહિત સુખ-દુઃખરૂપ કર્મના વિપાકનો વિચાર કારણ-ઉપાયની સાથે તથા લોક (અહીં લોકનો અર્થ જનતા નહીં પણ ઉદ્ધ, અધો અને મધ્ય (ત્રિછા) લોક રૂપ વિશ્વરચનાનો વિચાર કરવાનો છે. આમ ધર્મધ્યાનનો કાયોત્સર્ગ કે વિકલ્પ લોગસ્સના કાઉસગ્ન કરવાનો પાંચમાં આવશ્યકમાં અભિપ્રેત છે.
છેલ્લો અને છઠ્ઠો આવશ્યક છે. પ્રત્યાખ્યાન'નો જેમાં મુખ્યત્વે ચારે આહારના ત્યાગરૂપ ચૌવિહારના પચ્ચખાણ કરવાના હોય છે.
આ રીતે ૬ આવશ્યક રૂપ શ્રાવકોના પ્રતિક્રમણનો આચાર આવશ્યક સૂત્રમાં વર્ણવેલ છે. મૂળપાઠ, અર્થ-ભાવાર્થ અને વિવેચન સાથે. પ્રતિક્રમણની ક્રિયા પાપથી પાછા ફરવાની ક્રિયા છે. જેમાં હાર્દ રૂપે સર્વ જીવો જેને ૮૪ લાખ જીવાયોનિમાં વિભાજીત કરવામાં આવ્યા છે તેમની વિરાધના બદલ અંતઃકરણની ક્ષમા યાચના કરવાની
હોય.
(૧) દાને, શિયળે, તપે અને ભાવે ગુણે કરી અધિક હોય. (૨) બે વખત ઉભયકાળ સવાર-સાંજ પ્રતિક્રમણનો કરનાર
હોય. (૩) મહીનામાં છે. ચાર કે છ “પોષા'નો અર્થાત્ પરિપૂર્ણ * પૌષધ વ્રત અંગીકાર કરનાર હોય. (૪) સમક્તિ સહિત શ્રાવકના બાર વ્રત અને અગિયાર પડિમા
- પ્રતિમાધારી હોય. (૫) જીવ-અજીવ આદિ બે, સાત કે નવ તત્ત્વનો જાણનાર
હોય - (અન્ય સાથે તે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષ તત્ત્વ) (૬) ત્રણ મનોરથના ચિંતવનાર હોય
(૧) હું ક્યારે આરંભ - પરિગ્રહથી નિવૃત થઈશ
(૧૩૬
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪