Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પૃથક કે સ્વતંત્ર નથી. સઘળા વ્રત – પ્રત્યાખ્યાન એક અખંડ સાધનાનું સ્વરૂપ છે. અહિંસક પરિગ્રહી ન હોઈ શકે અને અપરિગ્રહી હિંસક કે મૃષાવાદી ન હોઈ શકે.
શ્રાવકનું લક્ષ્ય દેશવિરતિથી સર્વવિરતિ એટલે કે સાધુતા છે. અવિરતિ એટલે વ્રત – પ્રત્યાખ્યાનનો સદંતર અભાવ. સર્વવિરતિ એટલે ૧૦૦ ટકા પ્રત્યાખ્યાનના પ્રથમ બિંદુ અને સંપૂર્ણ વિરતિના અંતિમ બંદુની વચ્ચેના અસંખ્ય બિંદુઓને જોડતી રેખા જ મોક્ષમાર્ગનું પ્રથમ ચરણ અને શ્રાવકાચાર છે. આ માર્ગ પર અગ્રિમ ગતિ કરવાથી આત્મભાવની વિશુદ્ધિ થતી જાય છે. અહીં કર્મના આશ્રવના બધા દ્વાર બંધ નથી થઈ જતા, પણ આંશિક બંધ થાય છે અથવા “બારી ખૂલી હોય છે.
દેશવિરતિમાંથી સર્વવિરતિના પુરુષાર્થને શાસ્ત્રમાં શ્રાવકની પ્રતિમા કહી છે.
દાન, શીલ, તપ અને ભાવ ચતુષ્ટય પણ વ્રતોના પાલનમાં, સાધનાપથમાં પ્રગતિ અને સ્થિરતા માટે અને શ્રાવકાચાર સમજવામાં અને પાળવામાં ઉપકારક છે. આ ચતુષ્ટય શ્રાવકનો ધર્મ પણ કહેવાય છે.
શ્રાવકના ગુણ તેના આચારનું પ્રતિબિંબ છે. એ ગુણો અહીં સંક્ષિપ્તમાં આપ્યો છે.
શ્રાવક નવ તત્ત્વને જાણે છે. સમજે છે અને તેમાં શ્રદ્ધા ધરાવે છે.
શ્રાવક પોતાના પુરુષાર્થ ઉપર નિર્ભર છે. શ્રાવક દઢ શ્રદ્ધાવાન અને અવિચલિત હોય છે.
શ્રાવકનું સમ્યક દર્શન અતિચાર રહિત હોય છે. તેને શંકા, આકાંક્ષા, સંશય વગેરે નથી થતા.
શ્રાવકે ધર્મના અર્થને પ્રાપ્ત કર્યા હોય છે, ધર્મ તત્વને ગ્રહણ કર્યું હોય છે, જિજ્ઞાસા દ્વારા સમાધાન પ્રાપ્ત કર્યું હોય છે અને જ્ઞાનધારા
(૧૪૨ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪