Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સામાયિક કરે છે. સામાયિક આત્મભાવને શુદ્ધ કરે છે. ચિંતન, મનન, સ્વાધ્યાય, આલોચના, ધ્યાન, કાયોત્સર્ગ અને ભક્તિ – સ્તવન, બધું જ સામાયિકની અંતર્ગત આવી જાય છે. સામાયિક આત્માને વિભાવમાંથી સ્વભાવમાં લઈ જનારી સર્વોત્તમ સાધના છે. સામાયિકમાં દરેક પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ – અશુભ યોગ અટકી જાય છે અને મોટા પ્રમાણમાં શ્રાવકને પોતાને ઉપલબ્ધ આહાર, પાણી, વસ્ત્ર ઈત્યાદિ માત્ર પોતાના જ ઉપભોગ - પરિભોગ માટે નથી. તેને સુપાત્ર સાથે વહેંચવાની ભાવના આસક્તિને ઓછી કરે છે, ત્યાગ અને દાનની ભાવનાને વેગ આપે છે અને અપરિગ્રહ વ્રતમાં દઢતા લાવે છે. પરંપરાથી આ વ્રતમાં સાધુ – શ્રમણોની આવશ્યકતાઓ પૂરી પાડવાની ભાવના છે. શ્રાવકે પોતાની દરેક પ્રકારની સંપત્તિની જે સીમા પાંચમા વ્રતમાં બાંધી છે તેને ઉત્તરોત્તર નાની કરવી જોઈએ અને તેના પરિણામરૂપ જે સંપત્તિ સીમાની બહાર થઈ જાય અને તે ઉપરાંત જો આવક પણ વધતી હોય તો તેના પરિણામરૂપ જે સંપત્તિ સીમાની બહાર થઈ જાય અને તે ઉપરાંત જો આવક પણ વધતી હોય તો તેના પરિણામરૂપ વધારાની સંપત્તિના નિકાલ માટે તેણે દાન કરતાં રહેવું જોઈએ. વળી દાન કરવું એ શ્રાવકનું મહત્ત્વનું કર્તવ્ય છે. તે ઉપરાંત ભગવાન મહાવીર આનંદ શ્રાવકને વ્રતના અતિચાર સમજાવે છે ત્યારે તેઓએ યથા સંવિભાગ વ્રત' કહ્યું છે, નહીં કે “અતિથિ સંવિભાગ વત'. વળી દાનનો બીજા કોઈ પણ વ્રતમાં સમાવેશ નથી. એટલે આ બારમા સંવિભાગ વ્રતમાં સુપાત્ર દાન સમાહિત છે.
સાધુઓને ભોજન, પાણી અને વસ્ત્ર વગેરે ગ્રહણ કરવાના નિયમો ઘણા જ કડક છે. તેથી તેમને દોષયુક્ત વસ્તુ આપવામાં આવે કે દેખાદેખીથી આપવામાં આવે તો આ વ્રતના અતિચાર લાગે
જ્ઞાનધારા
(૧૪૦)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪