Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રત્યાખ્યાન' તે મુજબના છે.
“સામાયિક બાદ બીજો આવશ્યક છે. “ચતુર્વિશતિસ્તવ અર્થાત્ ચઉવસંથ્થો જેને વ્યવહારભાષામાં ચોવીશ તિર્થકરોની સ્તુતિ રૂપ “લોગસ્સ”નો પાઠ છે. તેમાં આ ભરતક્ષેત્રમાંથી છેલ્લા સિદ્ધ થયેલ શ્રી રૂષભદેવ સ્વામીથી લઈ શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામીના નામસ્મરણ સાથે તેમના મહિમા-ગુણોનું સંક્ષિપ્ત વર્ણન છે.
ત્યારબાદ “વંદણા' રૂપ ત્રીજો આવશ્યક છે જેમાં “ગુરુને બાર આવર્તનરૂપ ઉત્કૃષ્ટ વંદન કરવામાં આવે છે અને તેમના પ્રતિ વિનમ ભક્તિ દર્શાવવા ઉપરાંત અવિનય અશાતા-અશાતના બદલ ક્ષમાયાચનાના પણ ભાવ છે.
હવે મુખ્ય આવશ્યક પ્રતિક્રમણ' આવે છે. તેમાં શ્રાવકના બાર વ્રતો - પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત રૂપે છે. તેને દેશવિરતિ રૂપ ચારિત્ર પણ ગણાય છે. જેના ૭૫ અતિચારદોષો હોય છે. આમાં જ્ઞાનના ૧૪, દર્શનના ૫ અને તપના ૫ ઉમેરતા કુલ ૯૯ અતિચાર થાય છે જેને કાયોત્સર્ગ રૂપે પહેલા અને બીજા આવશ્યકની વચ્ચે ચિંતવવાના હોય છે. ક્ષમાયાચનાના ભાવ સાથે. આ ૯૯ દોષો શ્રાવક જીવનમાં વ્રતપાલનમાં જાણતા કે અજાણતા છદ્મસ્થતા ને કારણે સેવાઈ જાય છે. આવશ્યકતા રહે છે જાગૃતિપૂર્વક-ઉપયોગપૂર્વક યથાશક્તિ ટાળવાની.
આમ શ્રાવકના બાર વ્રત અને તે પણ “સમકિત' સહિતના યથાર્થરીતે શ્રદ્ધાપૂર્વકના પાળવા-નિરતિચાર તે શ્રાવકાચારનું મુખ્ય અંગ છે. આ ઉપરાંત અઢાર પાપસ્થાનક પચીસ પ્રકારના મિથ્યાત્વ સમૈચ્છિમ પંચેન્દ્રિય વિરાધના મંગલપાઠ શ્રમણ સૂત્રો આપણા પણ છે.
પ્રતિક્રમણ બાદ પાંચમો આવશ્યક છે. પ્રાયશ્ચિત રૂપ “કાયોત્સર્ગ”નો જેમાં ધર્મધ્યાનની લક્ષણ-આલંબન રૂપ અનુપ્રેક્ષારૂપ ચિંતવન ચાર ભેદથી કરવાનું રહે છે જિનાજ્ઞાનો વિચાર, દુઃખનો
જ્ઞાનધારા
(૧૩૫)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪