Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સહવાસ ૨. જુગાર ૩. મદિરા ૪. શિકાર ૫. વચન પરૂષતા (ઘાતકીવાણી) ૬. કઠોર દંડ ૭. ચોરી. (સૂત્ર-૩૦૩) શ્રાવક ધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે. જેના વિના શ્રાવક બની શકાતું નથી. ઉપાસક દશાંગ સૂત્રમાં ચાર પ્રકારના દાનનો ઉલ્લેખ થયો છે. ૧. આહાર દાન ૨. વન્ઝી દાન, ૩. શારમદાન ૪. અભય-દાન. પાત્ર“અપાત્રનો વિવેક બુદ્ધિથી નિર્ણય કરીને દાન ધર્મનું પાલન કરવું જોઈએ.
પ્રશ્ન વ્યાકરણ આગમમાં આશ્રવ એટલેકે કર્મના આગમનની સ્થિતિ અને સંવર (કર્મના આવવાનો માર્ગ બંધ કરવો અટકાવવાં) તે વિશે પાંચ વ્રતના સંદર્ભમાં માહિતી પ્રાપ્ત થાય છે જેથી શ્રાવક અને સાધુ નવાં કર્મ ઉપાર્જન ન કરે તેનો ભગવતી સૂત્ર શતક૮ દેશક ૧૦માં દેશવિરતિ ધર્મમાર્ગ દર્શાવ્યો છે. દાન-શીલ તપ અને ભાવ એમ છે.
ચાર પ્રકારના ધર્મની આરાધના શ્રાવકો માટે છે. છ આવશ્યકની ક્રિયા પણ શ્રાવક ધર્મમાં સમાવિષ્ટ થયી છે. અનુયોગદ્વાર સૂત્રમાં તેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ૧. સામાયિક, ૨. ચઉવિસત્થો ૩ વંદન ૪ પડિકમણ ૫. કાયોત્સર્ગ ૬. પચ્ચખાણ એમ છ આવશ્યકનું પ્રતિદિન પાલન કરવું જોઈએ. આવશ્યક એટલે કે જે અવશ્ય કરવા યોગ્ય છે. અનુયોગ દ્વાર સૂત્રના શબ્દો છે જે દિવસ અને રાત્રિના અંતભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક છે. ચઉસરણ પયણામાં આવશ્યક વિશે જણાવ્યું છે કે સપાપ પ્રવૃત્તિનો ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વૃદ્ધિ થાય છે. પ્રતિદિન-રાતના પાપના પ્રાયશ્ચિત માટે છ આવશ્યકનું પાલન એ શ્રાવકાચારની નોંધપાત્ર પ્રવૃત્તિ છે. આત્મવિકાસ માટે તેનું આચરણ અનિવાર્ય છે.
ચઉસરણ પનામાં આવશ્યકનો હેતુ બતાવતાં જણાવ્યું છે કે સામાયિકથી ચારિત્રાચારની શુદ્ધિ, ચઉવિસત્થો દર્શનાચારની શુદ્ધિ, જ્ઞાનધારા
૧૩૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪