Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
- વનિની નિક
–
સુરેશભાઈ પારેખ-રાજકોટ
પર્વત ઉપર છે. એવું પોતાન
જન ધર્મમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનનાં સમયમાં અનિત્ય ભાવના સાથે મરૂદેવીમાતા પ્રથમ મોક્ષમાં ગયેલા છે. તે સમય પછી તેમની પૌત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ બાહુબલીને માનના રાજા ઉપરથી ઉતારીને કેવળજ્ઞાન અપાવ્યું છે. ૬૦ હજાર વર્ષ આંબિલની આરાધના કરીને તપ અને ત્યાગના ગુણો સમજીને પોતાના આત્માને પરમાત્મા બનાવેલ છે.
જૈન સંસ્કૃતિમાં પરિગ્રહ પાપ છે એવું પોતાના પતિને સમજાવી - અનુપમાદેવી આબુ પર્વત ઉપર ભવ્ય જિનાલયની રચના કરાવી. કમલાવતી રાણીએ પોતાના પતિ ઈક્ષકાર રાજાને પરિગ્રહના પાપ સમજાવ્યા અને સંયમ પંથે લાવ્યા. આહારદાન નિગ્રંથ સાધુને વહોરાવવું એ જૈન સંસ્કૃતિ છે અને સતી રેવતીએ સિંહઅણગારને સૂઝતો આહાર વહોરાવીને તિર્થંકર નામ કર્મનો બંધ કરેલ છે. જૈન સંસ્કૃતિમાં નવકાર મંત્ર મુગટમણિ સમાન છે. પોતાના જૈનેતર પતિ અને સાસુ-સસરાને નવકાર મંત્રની શું તાકાત છે તે પ્રત્યક્ષ - માટલીમાં રાખેલ સર્પને હાથમાં લેતા ફૂલની માળા બની ગઈ તે બાબત સૌભાગ્ય સુંદરીએ સાબીત કરી આપેલ છે. જૈન સંસ્કૃતિ સમજાવે છે કે આ જગતમાં મનુષ્યને પોતાના પૂણ્ય અનુસાર જ બધું મળે છે. કોઈની કૃપા અથવા મહેરબાની કામ આવતી નથી. રાજાએ જ્યારે મયણા સુંદરીની આ વાત માની નહીં ત્યારે
કમલાવતી
શાનદાર
૧૨૦
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪