Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
- -
-
-
-
નિશ્ચયનયની દૃષ્ટિએ ધરાવે છે. જે અનંત ચતુષ્ટય રૂપ આત્મજ્યોતિ પુરુષમાં છે તેવી જ આત્મજ્યોતિ સ્ત્રીમાં પણ છે. આમ સાધનાની દૃષ્ટિએ બન્ને સમાન છે બન્નેને સરખા ધાર્મિક અધિકારો છે પૂજાપાઠ, ધર્મગ્રંથોનું અધ્યયન, મુનિજીવનનો સ્વીકાર અને સામાજિકસંપત્તિવિષયક અધિકારોમાં પણ બન્નેને સમાન ગણવામાં આવ્યા છે.
ભગવાન ઋષભદેવથી માંડીને અંતિમ તીર્થકર આ પ્રકારની ભૂમિકાઓથી પર હતા. તેમના મનમાં કોઈ સંદેહ કે આશંકા ન હતા. તેમણે શાસન સ્થાપના દિને ચતુર્વિધ સંઘની રચના કરીને મોક્ષમાર્ગ દર્શાવ્યો. શ્વેતાંબર પરંપરાનુસાર વર્તમાન અવસર્પિણીકાળમાં પ્રથમ મોક્ષે જનાર એક સ્ત્રી જ હતા - પ્રથમ તીર્થકર ત્રષભદેવના માતા - મરૂદેવી.
ભગવાન ઋષભદેવની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ એક વર્ષથી ધ્યાનસ્થ અવસ્થામાં સ્થિત બાહુબલીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુલભ બનાવી દીધી, થોડા સંકેતપૂર્ણ વચનો દ્વારા. બીજી બાજુ ભરતની ચક્રવર્તિપણાની વિજયયાત્રાના અંતે તેના પોતા પ્રત્યેના મોહનું નિવારણ કરવા સાઠ હજાર વર્ષના આયંબિલ કરનાર તપસ્વિની સુંદરીએ ઈતિહાસમાં અજોડ તપશ્ચર્યા કરી છે.
આ જ જિનશાસનમાં રથનેમિને એકાંતમાં ચલિત થતા જોઈ આક્રોશયુક્ત વચનોથી ઉપાલંભ આપતા રાજિમતી કહે છે. તે રથનેમિ ! તમને ધિક્કાર છે કે વમન કરી દીધેલા કામ ભોગોને ફરી શરણે જવા માગો છો ? આ કરતા તો તમે મરી જાઓ એજ ઈષ્ટ છે.”
નમિરાજર્ષિની માતા મદનરેખાનું ચરિત્ર પણ તેવું જ ભવ્ય છે. અંતિમ ક્ષણોમાં ક્રોધિત પતિને આરાધના કરાવી, પરમશાંતિ પહોંચાડી, સદ્ગતિની પ્રાપ્તિ કરાવી. સાચા પ્રેમ, સહિષ્ણુતા અને વિવેકની તે ત્રિમૂર્તિ છે. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિએ તેનું કથાનક પૂરૂ કરતાં કહ્યું કે “આ તો વિપત્તિની વણજાર વચ્ચે નહિ આવેલા આંસુની કથા છે.” જેના ૩૨-૩ર પુત્રો યુદ્ધમાં હણાઈ ગયા તેવી શ્રેષ્ઠ શ્રાવિકા
૧૨૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા