Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અને દૃષિની કળા શીખવી. બ્રાહ્મી અને સુંદરીએ ઋષભદેવે છે જેને ધર્મની આદિ કરી હતી તેમાં પોતાના સંયમ અને જ્ઞાનથી પ્રાણ પૂર્યા. બાહુબળિજીને સન્માર્ગે ચડાવ્યા. આવી આ બંને સતીઓનું જૈન સંસ્કૃતિના બીજારોપણથી માંડી વિકાસમાં અનન્ય પ્રદાન રહેલું છે.
સતી રાજમતી જેમણે તેમનાથને મનથી પોતાના સ્વામી તરીકે સ્વીકાર્ય હતાં. તે નેમનાથ કે જેઓ લગ્ન વખતે જાનૈયાઓને જમાડવા માટે રાખેલા પશુઓના કરૂણ આક્રંદથી લીલા તોરણે જાનને પાછી વાળી, પંચમહાવ્રત અંગીકાર કર્યા હતા. તેમનાથના મોક્ષમાર્ગે જવાની વાત સાંભળી રાજુલ પણ સાધ્વીપણું અંગીકાર કરી પોતાના સતીધર્મને ઉજ્જવળ બનાવ્યો. અનેક જીવોના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી તેમના હૃદયમાં જ્ઞાનરૂપી દીપક પ્રજવલિત કર્યો હતો. જેના ધર્મની આહલેક તેમણે ગામેગામ જગાવી. જૈન ધર્મ અને સંસ્કૃતિને નવું રૂપ આપ્યું અરે ! રથનેમિ જેવા ભાન ભૂલેલા સાધુને તેમણે સન્માર્ગે વાળી તેમને પતિત થતાં બચાવ્યા. આજીવન પોતે પાપાંકમાં ન ફસાયા અને પાપાંકમાં ફસાવા તૈયાર થયેલ રથનેમિને ઊગાર્યા. આવા રાજમતી જૈન ધર્મનું ઉવળ નારીરત્ન છે જેમણે જૈન સંસ્કૃતિમાં ચાર ચાંદ લગાવ્યા છે.
પૂર્વના કર્મે પાંચ પાંચ પતિઓ હોવા છતાં દ્રૌપદીએ શીલ, સંયમ અને સદાચારમય જીવન દ્વારા સતીત્વને સાર્થક કર્યું આત્મસુખ અને ધર્મલાભની જિજ્ઞાસા જાગ્રત બની રહી. પાંચ પાંડવો સમેત હિમાલયના પંથે પ્રયાણ કર્યું. વૈરાગ્ય, વિચારણા અને ત્યાગભાવનાને કેળવતા, કેળવતા આખરે માસખમણને પારણે માસખમણ કરી
પોતાના જીવનને જીવમુક્ત દશામાં પલટાવી દીધું. - મહાભાગા મૃગાવતીદેવી પોતાની કર્તવ્યપરાયણતા અને કાર્યકુશળતા દ્વારા જૈન સંસ્કૃતિની એક જાજરમાન સતીશિરોમણી બની છે. અવંતિપતિ ચંડપ્રદ્યોતના અક્રમણ, પતિનું મૃત્યુ અને બાળરાજા ઉદાયનની
હિતા કેળવતા જીવમુક્ત
ના કર્તવ્ય
SIળવારા
(૧૧૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪