Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મહિમ, (૧૨) વૈરાગ્ય, (૧૩) વિરોધહેતુનિરાસ, (૧૪) યોગશુદ્ધિ, (૧૫) ભક્તિ, (૧૬) આત્મગહ, (૧૭) શરણ, (૧૮) કઠોરોકિત, (૧૯) આજ્ઞા અને (૨૦) આશિષ
હેમચંદ્રાચાર્ય પ્રથમ પ્રકાશના પ્રથમ શ્લોકમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવતા કહે છે :
જે પરમાત્મા પરંજ્યોતિ અને પરમેષ્ઠીઓમાં શ્રેષ્ઠ છે, જેમને પંડિતપુરુષો પેલે પાર ગયેલા અને સૂર્યની જેવા ઉદ્યોત કરવાવાળા માને છે.
જેઓએ રાગાદિ કલેશરૂપી વૃક્ષોને મૂળથી ઉખેડી નાખ્યા છે. જેમને સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ મસ્તક વડે નમસ્કાર કરે છે.
પરમાત્માનું સ્વરૂપ વર્ણવીને તેમને નમસ્કાર કરતાં તેઓ કહે
પ્રભુ વિષે સ્તુતિ કરવા વડે હું મારી વાચાને પવિત્ર કરું છું કારણકે આ ભવરૂપી અટવીમાં પ્રભુનું સ્તવન કરવું એ જ આ જન્મધારીઓનાં જન્મનું ફળ છે.
બીજા પ્રકાશમાં ભગવાનના સહજાતિશયનું વર્ણન કવિ કરે છે પ્રભુના દેહ વિશે તેઓ કહે છે.
न केवलं रागमुक्त, वीतराग । मनस्तव । वपुः स्थितं रक्तमयि, क्षीरधारा सहोदरम् ॥
હે વીતરાગ ! કેવળ આપનું મન રાગરહિત છે એમ નથી, આપના શરીરમાં રહેલું રૂધિર પણ (રાગના અભાવથી) દૂધની ધારા જેવું ઉજ્વળ છે.
ત્રીજા પ્રકાશમાં કર્મક્ષયને લીધે ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયોનું વર્ણન એમણે કર્યું છે. અને મૈત્રી વગેરે ચાર ભાવના વડે પૂજનીય એવા યોગાત્મસ્વરૂપ પરમાત્માને તેઓ નમસ્કાર કરે છે.
જ્ઞાનધારા
(૪૮)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪|