Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
લિપિ અને અંકગણિતની પ્રવર્તિકા બની. સુંદરીએ તો પોતાના સંકલ્પોની સિદ્ધિ માટે ૬૦ હજાર વર્ષ આયંબિલ તપ કરી, સર્વપ્રથમ અહિંસક સત્યાગ્રહનો રાહ લઈ, ભરત ચક્રવર્તીની દૃષ્ટિ બદલાવી. વીરા ! મોર ! ગજથી હેઠા ઊતરો કહી ભાઈ બાહુબલિનો અહંકાર છોડાવી, આ બન્નેએ ભગિની ધર્મનું પાલન કર્યું.
જ્ઞાનની વાત આવે એટલે જયતિશ્રાવિકાએ પ્રભુ મહાવીરને પૂછેલા પ્રશ્નો યાદ આવી જાય. વર્તમાને પ્રાણગુરુ જન્મશતાબ્દિ ઉપલક્ષે ૩૨ આગમોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર પ્રધાનસંપાદિકા પૂજ્ય લીલમબાઈ મહાસતીજી અને તેમનું વિદ્વાન સતીવૃંદ યાદ આવી
ના. જૈન
શ્રાવિક
છે કે
જૈન દર્શનનો બીજો પાયો એટલે દર્શન - દેઢ શ્રદ્ધાનો પર્યાય એટલે તુલસા શ્રાવિકા. અંબડ પરિવ્રાજકની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતારનાર એ નારીને અંબડે કહેવું પડ્યું, “તું તો સમક્તિ શિરોમણિ છે, વીરપ્રભુએ તને ધર્મલાભ કહેડાવ્યો છે.' વીરના પગલાં પૂજનારી મહાવીર પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શનાને તો કેમ ભૂલાય ?
ચારિત્ર્ય એટલે સંયમ અને શીલનો મહિમા જગતને પોતાની કરણી દ્વારા સમજાવનાર એ આર્યનારીઓમાંથી કોના નામ લઉં ને કોના ન લઉં ? આ અવસર્પિણી કાળમાં મોક્ષનાં દ્વાર ખોલનાર મારૂદેવી માતાએ ભાવ-સંયમનું મહત્ત્વ સમજાવ્યું.
નજર સામે વૈધવ્ય ડોકિયાં કરતું હોવા છતાં પતિ યુગબાહુનું મૃત્યુ સુધારનાર મયણરેહાને યાદ કરું કે કાચા સુતરને તાંતણે ચાળણીમાં જળ ભરનાર સતી સુભદ્રાને વખાણું ! ખરેખર આવી અનેક સતીઓના શીલપાલનનો જોટો નથી. મર્યાદાનો તેઓ માપદંડ હતી, સ્વાર્થત્યાગમાં સરિતાને અને ધીરમાં ધરાને ય શરમાવે એવા ચારિત્રની સુવાસથી જૈન સંસ્કૃતિ વિકસી છે.
તપની વાત આવે શ્રેણિકની કાલી-સુકાલિ આદિ ૧૦ રાણીઓ અને વીર પ્રભુના મુખે પુત્રવિયોગની વાત સાંભળી દુષ્કર એવા શનિવાર
(૧૦૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪