Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નાના કવિના વિકાસ નારીગરોની
– ધનલક્ષ્મીબેન બદાણી, (શ્રી ધનલક્ષ્મીબેન શાંતિલાલ બદાણી, નાગપુર લેખક, વક્તા, વાધ્યાયી. અનુવાદક જુદી જુદી સંસ્થામાં જીવદયા તથા શાકાહાર માટે પ્રવચનો આપે છે. પૂ. જગજીવન મહારાજ અધ્યાત્મકેન્દ્ર પેટરબારમાં સેવા આપે છે.
પરમ દાર્શનિક જયંત મુનિના પાંચ પુસ્તકોનો અનુવાદ-સંપાદન કરેલ છે.)
મહાવીરે સાહસિક કદમ ઉપાડ્યું. સ્ત્રીને પુરૂષની બરાબરીનો દરજ્જો અને અધિકાર આપી તેમને ગૌરવવંતી બનાવી. મહાવીરે કહ્યું બધાનો આત્મા સમાન છે અને પ્રત્યેક આત્માને - ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી - મોક્ષ પ્રાપ્તિનો અધિકાર છે.
જૈન સંસ્કૃતિ આદિ સંસ્કૃતિ છે. મુખ્યતઃ લઈએ તો ભગવાન ઋષભદેવથી લઈ ભગવાન મહાવીર તથા આજ પર્યત સુધીની સંસ્કૃતિથી સમાહિત થઈ જાય છે. જૈન સંસ્કૃતિના શુભારંભમાં ભગવાન ઋષભદેવની સાથે માતા મારૂદેવી તથા તેમની પુત્રી બ્રાહ્મી તથા સુંદરીનું મહા યોગદાન છે.
સતી મદાલસાએ પોતાના ૬-૬ રાજપુત્રોને શુદ્ધો અશી, બુદ્ધો અશી, નિરંજનો અશી કહીને સંયમ પથે વળાવ્યા. તેવી જ રીતે સતી મદનરેખાએ પોતાના પતિના હત્યારા મણિરથ પ્રત્યે ક્ષમા ધારણ કરાવી પતિ યુગબાહુને અંતિમ સમયે પ્રેરણા કરી સમાધિ ચરણ પ્રાપ્ત
જ્ઞાનધારા
(૧૧૩)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪