Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કરાવી દેવગતિમાં મોકલ્યા.
દેલવાડાના દેરાસર બંધાવનાર વસ્તુપાલ તથા તેજપાલને પ્રેરણા દેનાર નારી અનુપમા દેવી જ હતા.
નારીનો શાબ્દિક અર્થ ન + અરી. અરી એટલે જેનો કોઈ દુશમન નથી. “જનની જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપિ મરિયશિ.” તિર્થંકરો જેમનું શરીર વ્રજ-રૂષભ-નાર હોય છે તેને સ્ત્રીજ ધારણ કરી તીર્થકરને જન્મ આપે છે. ગણધર, વાસુદેવ, પ્રાંતવાસુદેવ, ચક્રવર્તી, માંડલિક રાજાઓ, જ્ઞાની, સંતો-સાધકો તથા વિદ્વાનો દરેકને જન્મદાત્રી નારી જ છે. - નારી નારી ન કહો નારી નર કી ખાણ
નારી છે ઉત્પન્ન હુયે રામ, કૃષ્ણ મહાવીર
તીર્થકરએ તીર્થની સ્થાપનામા ચાર મુખ્ય ઘટક લીધા. સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા. સાધ્વી તથા શ્રાવિકા નારી જ છે. જેના વગર જૈન શાસન તથા તીર્થની સ્થાપના અસંભવ હતી. નારી વગર જૈન સંસ્કૃતિનો વિકાસ અસંભવ હતો. - તીર્થકરોના જન્મ પહેલા તેમની માતાઓ ૧૪ મહાસ્વપ્રો જુએ છે. તેવી જ રીતે વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી તથા માંડલીક રાજાઓની માતા પણ મહાસ્વપ્ર જુએ છે. આ મહાસ્વપ્રો નારી જ જુએ છે, પુરૂષ નહિ. આવી દેવી શક્તિ માત્ર સ્ત્રીઓને જ પ્રાપ્ત છે. જગતને વિદ્યા દેનાર સરસ્વતી, ધન દેનાર લમી, અન્ન દેનાર અન્નપૂર્ણા તથા જગત આખાનો ભાર ઝીલનાર પૃથ્વી માતા તથા દૂધ દેનાર ગોમાતા નારી જ છે.
અંતગડ સુત્રના અનુશિલનથી એ સ્પષ્ટ છે કે ઉત્કૃષ્ટિ સાધીકાશ્રમણી રત્નોએ સાધના કરીને જૈન સંસ્કૃતિને ઉજ્જવળ કરી છે. તેમનું પારણુ પણ સ્તુત્ય હતું. તેમની તપસ્યાઓ સુદીર્ઘ સમય સુધી ગતિમાન રહી.
જ્ઞાનધારા
૧૧૪
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪