Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
‘સમય ગોયં મા પમાય નું સૂત્ર જીવનમાં વણી લઈ પોતે પ્રમાદથી બચે અને ઘરનાને બચાવે. વાર્તા-રસિયા બાળકોને ધાર્મિક . કથા સંભળાવે, વડીલ- માતા પિતાનો આ બાબતે પૂરો સહકાર મેળવે. આવી તો કેટલી લાંબી યાદી બનાવી શકાય. અરે, હું તો કહીશ કે જયં ચરે, જયં ચિટ્ઠ' નું સૂત્ર અપનાવી, જૈનકુળની નારી જતનાથી જ બધી પ્રવૃત્તિ કરશે તો પર્યાવરણનો લય ખોરવાશે નહિ, અને જીવનમાં પ્રલય આવશે નહિ પછી તો પાણી બચાવો, વૃક્ષ બચાવો ના સૂત્રો જીવનમાં વણાઈ જશે. અરે, ઘરમાં આવતી પ્રત્યેક વસ્તુ સંબંધી જૈન નારી વિચારશે કે એ ચીજનું ઉત્પાદન પર્યાવરણ ખોરવનારું કે પ્રદૂષણ વધારનારું તો નથી ને ? આમ પર્યાવરણનું રક્ષણ કરવામાં યત્કિંચિત યોગદાન આપી આપણી નારીઓ વિશ્વ સંસ્કૃતિના વિકાસમાં ફાળો આપવાનું મહામૂલું કાર્ય કરી શકશે. હું તો આજના પુરુષોને કહીશ કે સ્ત્રીઓને અનેકાંતવાદ દૃષ્ટિથી જુઓ. સ્ત્રી તો મલ્ટીચેનલ છે, તે એક રસોઈયણ છે, ધોબણ છે, દરજી છે, સ્વજનોની બિમારી વખતે ઉજાગરા કરતી પરિચારિકા છે. ધંધાદારી પુરુષ માટે તો તે ટેલિફોન ઓપરેટર છે, એકાઉન્ટંટ છે, મેનેજર છે, બોલો, ખોટું છે આમાં કાંઈ ? આ બધી સેવાનું પગારમાં શું મૂલ્ય ગણશો ? ધંધાદારી રસોઈયા કે પગારદાર નર્સ કરતાં બધાં કામોને સ્નેહના સ્પર્શથી સજીવન કરતી નારી શું એ બધાથી વિશેષ કાંઈ નથી ?
હું નખશિખ જૈનકુળની નારી,
જયણા જળસીચીને પાળીશ, જીવદયા ધર્મ, પતિનો ભાર ઉપાડી, બની સાચી ભાર્યાવડીલોના હૈયાં ઠારી, તેમની છત્રછાયામાં બાળ પુષ્પોની સુગંધથી જીવન બાગ મહેકાવીશહું જીવીશ વૃક્ષની જેમ, ફૂલોની સૌરભ પાથરીને.
જ્ઞાનધારા
૧૦
જૈનસાહિત્ય
•
જ્ઞાનસત્ર-૪