Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આપનારી છે. નારીથી સંસારની પ્રક્રિયા અખંડ રીતે ચાલે છે. નારી જ માત્ર એક એવી વ્યક્તિ છે. જે પોતાના હાડ, માંસ, પ્રેમ, દયાના અંકુરો પ્રગટાવીને માનવીને જન્મ આપે છે. નારી જ આ કાર્ય કરી શકે છે.
કામેચ્છાનો ત્યાગ કરીને ઉત્તમ નારી અને સાધ્વીના રૂપમાં સક્ષમ રીતે બહાર આવી છે. શ્વેતાંબર પરંપરામાં મલ્લી સ્ત્રીએ “તીર્થકર”ની પદવી પ્રાપ્ત કરી છે. તીર્થકરોની અધિષ્ઠાતા દેવીઓ તરીકે પદ્માવતી, ચક્રેશ્વરી, અંબિકા અને સિદ્ધાયાકા વિ. નારીઓ છે.
નારી દ્વારા પુરૂષોને પ્રતિબોધ પમાડવામાં આવેલ છે. દા. ત. બ્રાહ્મી અને સુંદરીએ બાહુબલીને અભિમાન ત્યજવાનું કહ્યું હતું. રાજમતી દ્વારા રથનેમીને વિષય પાછળ અંધ ન થવાની વાત જાહેર છે. રાણી કમલાવતી દ્વારા રાજા ઇબુકારને સન્માર્ગે લાવવાના દષ્ટાંતો સાહિત્યમાં મોજુદ છે.
શ્રાવિકા જયંતિ દ્વારા ભગવાન મહાવીરને પૂછાયેલા પ્રશ્નોએ ઊંડી આધ્યાત્મિક જ્ઞાનની પ્રતિતિ કરાવે છે. વેશ્યા કોશા દ્વારા સાધુને નેપાલથી રત્નકંબલ લાવવાની વાત અને ત્યાર પછી કોશાના સમજપૂર્વકના વચનો આપણા હૃદયને સ્પર્શી જાય છે.
પાર્શ્વનાથ અને મહાવીરના સમયમાં નારીને સમાન દરજ્જો પ્રાપ્ત થયો હતો. બૌદ્ધ ધર્મમાં શરૂઆતમાં તેમ ન હતું. પાછળથી કડક નીયમો સાથે “ભિખ્ખણીસંઘ'ની સ્થાપના કરવામાં આવી. દક્ષિણ ભારતમાં દિંગબર સંપ્રદાયમાં નારીને સમાનતા પ્રાપ્ત થઈ નથી. આજે પણ ઘણાં બંધન અને સંકટો છે.
ઇતિહાસ સાક્ષી છે કે પૂર્વકાળથી આજ દિવસ સુધી નારીની સંખ્યા સાંધ્વી તરીકે પુરૂષો કરતાં બમણી છે. આ માટે સામાજીક
શનિવાર
(૧૦૯)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪