Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(શ્રી વર્ષાબેન શાહ
શ્રી
(GI). SÌH.,
ડીપ્લોમાં
વર્ષાબેન શાહ
બી.એ.,
પરિસંવાદમાં
(જૈનોલોજી)
સંસ્કૃત-પ્રાકૃતમાં
નિબંધો રજૂ કર્યા છે.)
જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથોસાથ તમિળ સાહિત્યનો પણ વિકાસ થયો છે. તમિળ વ્યાકરણ અને શબ્દકોશની રચના જૈનોએ કરી. આમ તમિળ સાહિત્યનો વિકાસમાં જૈન કવિઓ અને વિદ્વાનો, સાહિત્યના ઉત્કર્ષ અને ઉત્થાનમાં અનન્ય અને અમૂલ્ય ફાળો છે.
તિરુવલ્લુર ઈસુ પહેલાંની પ્રથમ સદી અને ઈસુ પછી પ્રથમ સદીની વચ્ચે એમનો જીવનકાળ પથરાયેલો છે. સંતકવિ માત્ર જૈન દર્શનથી પરિચિત અને પ્રભાવિત હતા એટલું જ નહિ પણ એમને વેદ અને બૌદ્ધ દર્શનનો પણ અભ્યાસ કર્યો હતો. ગ્રીસના દાર્શનિકોની વિચારધારાઓ તથા પ્રાચીન રોમની ફિલોસોફીઓનો પણ સારો પરિચય અને અભ્યાસ હતો તેઓ સાંપ્રદાયિકતાથી પર હતા અને માત્ર માનવીના ઉત્કર્ષ માટેનો પંથ ચીંધ્યો. તિરુવલ્લુવર જૈન હતા અને અર્નિંહતના ઉપાસક હતા તેઓના ગૃહસ્થ-જીવન આદર્શ કોટિનો હતો તેઓ એટલા બધા લોકપ્રિય બની ગયા કે દરેક પંથવાળા દાવો કરે છે કે તિરુવલ્લુવર પોતાના પંથના હતા.
કુરળ/તિરુકુરળ (નીતિશાસ્ત્ર પર આધારિત કાવ્ય રચના) ‘કુરળ’ના રચયિતા તિરુવલ્લુર વ્યસાયે વણકર હતા એટલે વણાટનો કસબ અપનાવી કુલ ૧૩૩૦ ઋચાઓનું કાપડ તૈયાર કરી પર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા