Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આઠમો પ્રકાશ દાર્શનિક તત્વચર્ચાથી યુક્ત છે. એમાં દ્રવ્ય અને પર્યાય, નિત્ય અને અનિત્યની ચર્ચામાં જૈનદર્શને અનેકાન્તવાદ દ્વારા કેવો સરસ સમન્વય કર્યો છે તે દર્શાવાયું છે. કવિ લખે છે :
तत्त्वस्यैकान्तनित्यत्वे कृतनाशाकृता गमौ । स्याता मेकान्तनाशेऽपि, कृतनाशाकृता गमौ ॥
(પદાર્થનું એકાન્ત નિત્યપણું માનવામાં કૃતનાશ બને અકૃતાગમ નામના બે દોષ છે. એકાન્ત અનિત્યપણું માનવામાં પણ કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ રહેલા છે.) એક સાથે નિત્ય અને અનિત્ય એ બે ગુણ કેમ સંભવી શકે તેના ઉત્તરમાં તેઓ કહે છે કે સમન્વય દૃષ્ટિથી દોષો નિવારી શકાય છે. આયુર્વેદમાંથી સરસ દૃષ્ટાંત આપતાં તેઓ કહે છે :
ગોળ એ કફનો હેતુ છે અને સૂંઠ એ પિત્તનું કારણ છે. જ્યારે ગોળ અને સૂંઠ બને એકત્ર મળે છે ત્યારે દોષ રહેતો નથી, કિન્તુ (ભેષ જ (ઔષધ) રૂપ બની જાય છે.
ઓગણીસમાં પ્રકાશમાં ભગવાનના પ્રસાદ કરતાં તેમની આજ્ઞાના પાલનનું મહત્વ કવિ સમજાવે છે. મોક્ષનું લક્ષ્ય સમજાવીને અરિહંત દેવોના સર્વ ઉપદેશનું રહસ્ય એક વાક્યમાં સમજાવતાં તેઓ લખે
आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् । इतीयमार्हती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ॥
આશ્રવ એ ભવનો હેતુ છે અને સંવર એ મોક્ષનું કારણ છે. શ્રી અરિહંતદેવોના ઉપદેશનું આ સંક્ષિપ્ત રહસ્ય છે. અને બીજો સર્વ એનો વિસ્તાર છે.)
છેલ્લા વીસમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્ય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તીર્થંકર પરમાત્મા પ્રતિ પોતાની સર્વ સમર્પણનો ભાવ દર્શાવતાં લખે છે :
જ્ઞાનધારા.
૫૦
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪