Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણું મૂળભૂત લક્ષ્ય છે. આત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે
છે.
ધ્યાનાભ્યાસ માટેનાં સૂચનો :
ધ્યાન અભ્યાસ (Practice) થી થાય છે એટલે નિત્યનિયમિત-નિરંતર અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામ ધ્યાનાભ્યાસમાં સહાય કરે છે માટે અનુભવી પાસેથી તેનું જ્ઞાન મેળવી લેવું હિતાવહ છે. પ્રથમ (શરીરશુદ્ધિ) ભૂતશુદ્ધિ (પાંચ ભૂતોને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ - આપણાં શરીરની રચના આ પાંચ ભૂતોથી થયેલી છે. પૃથ્વીભૂત - હાડ, માંસ વગેરે કઠિન પદાર્થો. જલભૂત - લોહી, પેશાબ, પરસેવો, ઘૂંક વિ. પ્રવાહી
પદાર્થો. અગ્નિભૂત - શરીરમાં ઉષ્ણતા - ગરમી દ્વારા અન્ન
પાચનની ક્રિયા થાય છે તે. વાયુભૂત - પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન
આ પાંચ વાયુ દ્વારા રક્તશુદ્ધિ. આકાશભૂત - શરીરમાં રહેલ પોલાણ. આ પાંચની શુદ્ધિ
માટે યોગની નેતિ, ધોતિ, બસ્તિ જેવી ક્રિયાઓ કે આસન કરી શકાય.) આમ, શરીરશુદ્ધિ પછી પ્રાણાયામ, જપ પછી ધ્યાન
એ ક્રમ રાખવો. ધ્યાનમાં દુઃખ કે પીડાનાં વિચારો કરવા નહિ. બીજાને દુઃખ થાય એવાં દુષ્ટ વિચારો પણ ન કરવા. ધર્મનું ચિંતન કરવું. વૈરાગ્ય - ત્યાગની ભાવના કેળવવી.
જે વિચાર આપણાં મનમાં વારંવાર ઘૂંટાય છે તે છેવટે જ્ઞાનધાર
(૦૧) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪