Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શરીરમાં કેટલાંક શક્તિકેન્દ્રો છે (તેનો પત્તો વૈજ્ઞાનિકોને લાગ્યો નથી પણ આપણાં ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહોલાં એ જાણ્યું હતું) આ શક્તિકેન્દ્રોમાં એક અદ્ભુત શક્તિ કામ કરી રહી છે. આ શક્તિને જપધ્યાન, સાધના દ્વારા જાગૃત કરવાની છે. એનાંથી ચિત્તમાં શાંતિ, સ્વસ્થતા તથા પ્રસન્નતા રહે છે. “ચેતો ચા વહિં પર્વતિ' અર્થાત ચિત્ત પ્રસન્ન થાય ત્યારે બુદ્ધિ આપોઆપ સ્થિર થાય છે અને ત્યારે જ માનવી આધ્યાત્મિક સાધનામાં આગળ વધી આત્મસાક્ષાત્કાર કરી શકે છે. અને નિર્મળ બુદ્ધિ આપણાં સમત્વભાવને ટકાવી રાખે છે. આ શક્તિ જાગૃત થતાં શરીર તથા મુખ અપૂર્વ કાંતિ ધરાવે છે એનો પ્રભાવ આપણા સહવાસમાં આવનાર દરેક પર પડે જ છે.
જ૫ જપ એટલે જપવું, ધીમા સાદે બોલવું કે શબ્દનું રટણ કરવું. जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । तस्माज्जप इति प्रोको, जन्मपापविनाशकः।।
જ - જન્મનો વિચ્છેદ કરનાર છે, ૫ - પાપનો નાશ કરનાર છે. આ રીતે જન્મ અને પાપનો વિનાશ કરનાર હોવાથી તે જપ કહેવાય છે. જપ એક પ્રકારની ક્રિયા છે, તેમ એક પ્રકારનો માર્ગ પણ છે. નાદ, ધ્વનિ કે શબ્દની શક્તિ અગાધ છે. આધુનિક વિજ્ઞાને આ વાત પૂરવાર કરી છે કે • આપણે જે કંઈ બોલીએ છીએ, તે પ્રતિબંધક ન રહેતાં સમસ્ત આકાશમાં ફેલાઈ જાય છે અને તેને બીજા સ્થાન પર બેઠેલી વ્યક્તિ ગ્રહણ કરી શકે છે. શબ્દનું જે પ્રકારનું સંયોજન હોય, તે પ્રકારની આકૃતિ ઉત્પન્ન થાય છે અને તેમાં ભાવનું અનુસંધાન થાય તો તેનાંથી ધાર્યું કાર્ય લઈ શકાય છે.
જ૫નો અર્થ - અમુક લોકો માને છે કે મંત્ર જપ્યા કરીએ એટલે તેનું ફળ મળી જાય પછી તેનો અર્થ જાણવાની શી જરૂર? પણ આ માન્યતા યોગ્ય નથી “મનનાર્ મંત્રઃ” | આ સૂત્ર અનુસાર મંત્ર માત્રનું નિર્માણ “મનન” કરવા માટે થયેલું છે. આ મનન/ચિંતન માત્ર ઉચ્ચારણ,
(૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SIનધારા