Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બરાબર છે માટે શ્રદ્ધા કેળવવી ખૂબ જ જરૂરી છે. આમાં અંધશ્રદ્ધાની વાત જ નથી કારણ વગર વિચાર્યે ગમે તે વસ્તુ કે વ્યક્તિ પર શ્રદ્ધા કરીએ તેને અંધશ્રદ્ધા કહેવાય પણ જે વસ્તુ શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રણેય કસોટીમાંથી પસાર થઈ છે. તેમાં શ્રદ્ધા રાખવાની વાત છે. શ્રદ્ધા નહિ તો સિદ્ધિ નહિ, એ વાત યાદ રાખવી ઘટે. ૨. શુદ્ધિ : (૧) શરીરશુદ્ધિ - સ્નાન દ્વારા અથવા ભગવાનનું ચિંતન એ પણ
એક પ્રકારનું સ્નાન જ ગણાય છે. (યોગસંહિતા) (૨) મનઃશુદ્ધિ : પાપી વિચારો (કપટ, ચોરી, પરસ્ત્રી/પરપુરૂષ)ને
દૂર કરવા. (૩) સ્થાનશુદ્ધિ : ઉપાશ્રય, દેવાલય, તીર્થભૂમિ, ઘરમાં એક રૂમ |
એક ખૂણો વિ. (૪) દિશાશુદ્ધિઃ પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખવું.' (૫) મંત્રશુદ્ધિ : ઉચ્ચાર શુદ્ધિ પર ધ્યાન આપવું. (૬) દ્રવ્યશુદ્ધિ : આસન, માળા વિ. (૭) શરીરની આત્યંતર શુદ્ધિ : શરીરની અંદર વિવિધ પ્રકારના
રોગો હોય તે પણ એક પ્રકારની અશુદ્ધિ છે અને જપમાં અંતરાયરૂપ છે. “શરીર માઉં રહેલુ ઘર્મ સાધનમ્” આપણું શરીર ધર્મ કરવાનું પ્રથમ સાધન છે. આહાર-વિહારઆચાર-વિચારનાં લીધે તંદુરસ્તી બગડવા સંભવ હોય તેનાંથી દૂર રહેવું. નેતિ, ધોતિ જેવી યોગક્રિયા પણ મદદરૂપ થાય છે. મનની સરિતા: શાસ્ત્ર સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા મનને સ્થિર કરવું એની સાથે ક્રોધનો ત્યાગ, અભિમાનનો ત્યાગ, અતિલોભનો ત્યાગ, વાદ-વિવાદ કે ઝઘડાથી દૂર રહેવાની વૃત્તિ રાખવી. આહાર-વિહાર પરનો કાબુ પણ મનને સ્થિર કરવામાં મદદ કરે છે.
જ્ઞાનધારા
(૬૦)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪