Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મૂક્યો છે. (પેટા ભાગે શ્રાવક પણ આવી શકે)
ઈચ્છા-ઇન્દ્રિયનિગ્રહ, વૃત્તિનિક્ષેપ, કષાયનું ઉપરામન અને ક્ષય વગેરે તથ્યો આલેખ્યાં છે. સાધુ-આચારમાં પણ બન્ને પાસાં (aspect) લીધાં છે. નકારાત્મક વલણ (attitude) એક સાધુ, ને શું ન કલ્પે અને હકારાત્મક વલણ (attitude) છે કે સાધુ રત્નત્રિયામાં (દર્શન, જ્ઞાન, ચારિત્ર) સમ્યકને રમણતા કરે અંતમાં સંતકવિએ નિર્વિકલ્પ અવસ્થાની વાત કરી છે.
કવિ કહે છે ક્ષણિક પદાર્થોને શાશ્વત માની લેવા જેવી મૂર્ખાઈ બીજી કોઈ નથી. વેલફેર સોસાયટી (Wdfarcsoceily) Welfare Society
કુરલનો બીજો ખંડ ગાથા-૩૮૧ થી ૧૦૮૦ સંપત્તિ અર્થાત અર્થ (પ્રોરૂલ) ને લાગતો છે જેમાં મુખ્યત્વે, રાજકારભારને પ્રાધાન્ય આપ્યું છે.
સંતકવિ પોતાના શાણપણયુક્ત કુશાગ્ર બુદ્ધિથી તમિળના રાજા અને ત્યાનાં પ્રજાજનો માટે ચાનક્ય-નીતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ છે. રાજવીઓના ગુણ, યુદ્ધ માટે સ્થાન-પરીક્ષા, વ્યૂહ રચના, વિશ્વાસ અને કાળની કસોટી, ન્યાયી સરકાર, પ્રજાનું હિત, ગુપ્તચર સેવા, સચિવો કાર્યપદ્ધતિ, રાજવી સાથે વર્તન, શત્રુનાં લક્ષણ, દુરાચાર, વ્યસનો, સંકટ સમયે હિંમત, સન્માર્ગે વપરાતું ધન વગેરે વિષયોની છણાવટ કરી ન્યાય અને સરળતા પૂર્વક બોધ આવ્યો છે. ગાથા ૯૪૧ થી ૯૫૦ આરોગ્ય અને ઔષધીની ચર્ચા કરી
છે.
ગાથા ૧૦૩૧ થી ૧૦૪૦ કૃષિ (agriculture) ને પ્રધાનતા આપી છે કારણ ખેડૂતો સમાજની ધરીરૂપ છે. મનુ ધર્મ શાસ્ત્રમાં વર્ણાશ્રમ પ્રમાણે કૃષિ અને કૃષિકરને નીચલા (શુદ્ર) કોટીમાં સ્થાન છે. જ્યારે સંતકવિ ખેતી-વડો ઉદ્યોગને પ્રથમ કોટીમાં મુક્યું છે. ભૂખ્યા પેટે ભજન થાય.
જ્ઞાનધારા
૫૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪