Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
सकल संसारभयमेदकं, जिनवचो मनसि निबधान रे । विनय परिणमय निःश्रेयसं, विहितशमरस सुधापान रे ॥
સંસારના સર્વ ભયોને કાપી નાખનાર તીર્થંકર મહારાજનું વચન તું ધારણ કર, વિચાર અને હે વિનય ! શાંતરસનું અમૃતપાન કરીને મોક્ષમય થઈ જા. એની સાથે એકતા કરી દે.
૪. એકત્વ ભાવનાएक एव भगवानयमात्मा ज्ञानदर्शनतरङ्ग सरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद्वयाकुलीकरणमेव ममत्वम् ॥
આ આત્મા એક જ છે, પ્રભુ છે, જ્ઞાન-દર્શનનાં તરંગોમાં વિલાસ કરનારો છે, એ સિવાય બીજું છે તે સર્વ મમત્વમાત્ર છે, કલ્પનાથી ઊભું કરેલું છે અથવા આંગતુક છે અને નકામું એને મૂંઝવનારું જ છે.
આ સંસારી-શરીરધારી પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે, એ એકલો જ મરણ પામે છે, એ એકલો જ કર્મને બાંધે છે. એકઠાં કરે છે અને પોતાનાં કૃત્યોનો સ્વતંત્ર કર્તા, હર્તા અને ભોક્તા છે.
મારો આત્મા એક જ છે, જ્ઞાન-દર્શનથી યુક્ત અને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બાકીના સર્વભાવો સંયોગથી થયેલાં છે અને આ સંયોગો જ પ્રાણીને સંસારમાં રખડાવે છે પરંતુ તે તેના મૂળ ગુણના નથી. પરભાવમાં રમણતા કરીને એણે મેળવેલા છે. એનો સર્વથા ત્યાગ કરવો એ એનું કર્તવ્ય છે. એકત્વ ભાવના અંદર જોવા માટે છે. તાત્વિકદૃષ્ટિએ આંતરિક વિચારણા. એકત્વ ભાવના અંદર જોવા માટે છે. તાત્વિકદૃષ્ટિએ આંતરિક વિચારણા એકત્વ ભાવના એટલે Introspection આત્મનિરીક્ષણ. આત્મનિરીક્ષણ દ્વારા ચેતનને તેના મૂળ સ્વરૂપમાં શોધી કાઢી, હૃદય મંદિરમાં એવા વિશુદ્ધ આત્માને સ્થાપી વિચારવાનું છે કે, હે આત્મા ! તું પણ એજ છો, એવો જ છો એવા થવાની શક્તિ તારામાં છે અને તે પ્રાપ્ત કરવા માટે પરભાવના વિલાસ છોડી દેવાના છે.
(૩૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
Iળવારા