Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૫. અન્યત્વ ભાવના પારકાંને ઘરમાં દાખલ કર્યો હોય તો તે વિનાશ કરે છે એ લોકવાયકા ખોટી નથી તેમ જણાવી ગ્રંથકાર આગળ કહે છે આ જ્ઞાનથી ભરેલા આત્મામાં કર્મના પરમાણુઓએ દાખલ થઈને એને કયાં કયાં કષ્ટો નથી આપ્યા ? જ્ઞાન-દર્શનચારિત્રના ત્રિરંગી ચિન્હવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે · પારકી છે અન્ય છે, એમ મનમાં નિરધાર કરીને પોતાના હિતની પ્રાપ્તિ માટે પ્રયાસ કર. આપણો મોક્ષ આપણે કરી શકીએ એમ છીએ અને તે માટે જ આ વિચારણા છે. પરમાત્મા ! આ અમૃતરસનું પાન એના સાચા આકારમાં કરવાની સર્વને સજ્બુદ્ધિ આપો.
૬. અશુચિ ભાવના
भावय रे वपुरिदमतिमलिनं, विनय विबोधयमान सनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं परममहोमयमुदितविवेकम् ॥
આ શરીર અતિ મેલવાળું-મલિન છે એમ હે ચેતન ! ભાવવિચાર. તારા મનોમય કમળને ઉઘાડ અને સમજ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, વિવેકવાન, મહાપવિત્ર (અંર્તયામી-આત્મતત્વ) છે તેનો વિચાર કર, તેનું ધ્યાન કર.
આ શરીર માત્ર મળથી ભરેલા અણુઓનો ઢગલો છે તેને મહાપુણ્યવાન તરીકે બિરાજમાન કરી શકાય તેવી ભાવના દ્વારા મહાપવિત્ર આગમરૂપી જળાશયને પ્રાપ્ત કરીને તું શાન્તસુધારસનું પાન કર. અને તારી તરસ છીપાવ. આવો અવસર ફરી ફરીને મળવો ઘણો મુશ્કેલ છે.
૭. આશ્રવ ભાવના- પ્રથમ છ ભાવનામાં જીવ અને અજીવનો પોતાનો અને પરસ્પરનો સંબંધ વિચાર્યો. હવે પછીની ત્રણ ભાવનામાં આ યાત્રા દરમ્યાન ગ્રંથકારશ્રી આપણને કર્મનાં પ્રદેશમાં લઈ જાય છે. હેતુઓને પ્રાપ્ત કરીને જીવથી જે કરાય તે કર્મ. જેવી રીતે ચારે તરફથી આવતાં ઝરણાંઓ દ્વારા એક સરોવર પાણીથી તુરત ભરાઈ ૩૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા