Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જગતનો આધાર છે. શ્રી તીર્થંકર બંધુઓએ દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ જગતનાં હિતમાં કહ્યો છે એવો હે જૈનધર્મ ! મારો ઉદ્ધાર કર ! ઉદ્ધાર કર ! મને બચાવ ! મને બચાવ ! વિનયવાન પુરૂષોને પ્રાપ્ત થતાં શાંત અમૃતનાં પાન ! હે ધર્મ તારો જય હો ! જય હો !
૧૧. લોકસ્વરૂપ ભાવના ગ્રંથકાર જણાવે છે વિનીત ચેતન! તારા હૃદયમાં શાશ્વત લોકાકાશનો તું ચિંતવ-ભાવ. એ સર્વ સ્થાવરજંગમ દ્રવ્યોને ધારણ કરવામાં આશ્રય આપનારા હોય તે તે દ્રવ્ય તરીકે પરિણામ પામી આશ્રય આપે છે. જન્મ-મરણમાં ચક્કરમાં પડેલા સર્વ પ્રાણીઓ, જેઓએ અનેક પ્રકારનાં મમત્વ કર્યા હોય અને કરી કરીને છોડી દેવા પડેલાં હોય છે તેઓએ તેનો અનંત વખત ખૂબ સારી રીતે લાંબા કાળ સુધી પરિચય-સંબંધ કરેલો હોય છે અને તમે ખરેખર આ પરિભ્રમણથી થાક્યા હો તો જે ભગવાને શાંત સુધારસ પાન દ્વારા વિનયને ધારણ કરનારનું રક્ષણ કર્યું છે તે મહાપુરૂષને નમો-પ્રણામ કરો.
૧૨. બૌધિદુર્લભ ભાવના અનેક પ્રકારનાં ઉપદ્રવોને આધીન શરીર છે અને આયુષ્ય ક્ષણ ભંગુર છે છતાં પણ કઈ ધીરજનો ટેકો લઈ મૂઢ પ્રાણીઓ પોતાના ખરા હિતની બાબતમાં વ્યર્થ સમય નિર્ગમન કરે છે ? અત્યંત દુર્લભથી પણ દુર્લભ એવું સર્વ ભંડારગુણોના ભંડારરૂપ બોધિરત્ન દરિયાના ઉંડા જળમાં પડી ગયેલા ચિંતામણી રત્નને ન્યાયે કરીને દુર્લભ સમજ. પોતાનું હિત સાધી પોતાની શક્તિથી હલકી ગતિને અટકાવી દે. કારણ મનુષ્યભવ મળવો મહામુશ્કેલ છે.
-
આ બાર ભાવનાને અંદરથી-આત્મદૃષ્ટિએ જોવાની છે. આમાંની એકપણ ભાવના અંતઃકરણનાં ઉંડાણથી વિચારવામાં આવે તો પ્રાણીના જવરને ઉતારી નાંખે તેમ છે.
બીજી ચાર ધર્મભાવના છે મૈત્રી, પ્રમોદ, કરુણા તથા માધ્યસ્થ
જ્ઞાનધારા
જૈનસાહિત્ય
જ
39