Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ધર્મીષ્ઠ આચાય બીજી હત ભજનમાં વ્યક્ત થતી આત્માનુભૂતિ
ડો. રેણુકાબેન પોરવાલ
(ડો. રેણુકાબેન પોરવાલ, (બીએસસી, એલએલબી, પીએચ.ડી., ડીપ્લોમાં જૈનોલોજી, પીજીડીપ્લોમાં ઇન્ડિયન એસ્થેટિક્સ-મેન્યુસ્ક્રીપ્ટ) જૈન ધર્મના વિવિધ વિષયો પ્રવચન-સંશોધક તથા જૈન જગતના તંત્રી છે)
પર
હું અહીં બુદ્ધિસાગરજી કૃત બાર ભજનસંગ્રહોના ચાર હજારથી
પણ વધુ ભજનોમાંથી મારી પ્રિય કૃતિમાં થતી આત્માનુભૂતિની વાત કરીશ. ભજનનું શીર્ષક છે. ‘અલખ દેશમાં હંસને પ્રેરણા.' એમાં ચાર પંક્તિઓની એક એવી ચાર કડીઓ છે.
હંસા ચલો રે અલખ નિજ દેશમાં જી
જ્યાં છે ઝળહળ જ્યોતિ અપાર રે હંસા...ટેક૦
હંસા વિના રે વાદળ ચમકે વીજળીજી
નહીં જ્યાં અવરતણો આધાર રે.... હંસા...(૧)
અધ્યાત્મયોગીઓ જીવાત્માને હંસ તરીકે સંબોધે છે કારણકે હંસ ક્ષીર-નીરની વિવેકદૃષ્ટિ અને સારું-નરસુંની સમજશક્તિથી યુક્ત હોય છે. જીવાત્મા જ્યારે પોતાના અલખ અરૂપી અજર અમર આત્મામાં રમમાણ થાય છે ત્યારે તેને ત્યાં ઝળહળતો પ્રકાશ નિહાળવા મળે છે. આ પ્રકાશ સ્વયંભૂ હોવાથી અન્ય કોઈની સહાય વિના વીજળીની જેમ ઝબૂકે છે જેની સાથે સહજ સુખાનંદની ખુમારી પણ ચેતન અનુભવે છે. સંત મહાત્માને થતાં આવા આત્માનુભવોનું વર્ણન
જ્ઞાનધારા
૨૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪