Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
થઈ નહિ. જ્યારે તે આત્મખેડાણ કરવા માટે સંતોનું આહ્વાન સાંભળે છે ત્યારે તે અંતરઆત્મામાં આત્મિક સામર્થ્ય કેળવવા કમર કસે છે. ધીરેધીરે તે પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરે છે. તેની નિંદ્રા ઘટતી જઈ અંતે નહિવત્ થઈ જાય છે તેનો પ્રમાદ સદંતર દૂર થાય છે અને આમ તે ૬ઠ્ઠા ગુણસ્થાનકની પ્રમત્તસંયત અવસ્થા પ્રાપ્ત કરે છે.
સ્વઆત્મામાં રમણ કરતો આત્મા ઉત્તરોત્તર આત્મિકસિદ્ધિ વધારતો આગળ વધે છે. એ વીતરાગ કથિત માર્ગને અનુસરે છે. સતત સ્વાધ્યાય અને પાંચ મહાવ્રતથી યુક્ત થઈ તે આત્મિક સામર્થ્ય પ્રાપ્ત કરે છે. જેનો ઉપયોગ તે લોકકલ્યાણ માટે કરે છે. જૈનદર્શનમાં નિશ્ચયનય અને વ્યવહારનય ઉભયની આવશ્યકતા પર ભાર મૂકાયો છે. એ માર્ગે આગળ વધતા અંતે નિશ્ચય જ મુખ્યપણે રહે છે. આત્માએ પણ વ્યવહારનયની ગૌણતા રાખી અનેકાંતદષ્ટિથી મોક્ષમાર્ગે આગળ વધવાનું છે. નિશ્ચયર્દષ્ટિ વડે આત્મા શુદ્ધબુદ્ધ પરમાત્મા છે અને એનામાં આત્મિક આનંદપૂર્ણ સ્વરૂપે પ્રગટે બીજું કંઈ પામવાનું રહેતું નથી. ગુરૂદેવે આ ભજનમાં આત્મસાધનાનો અપૂર્વ મહિમા ગાયો છે. સાચા સંત મહાપુરુષોના હૃદયોમાંથી આપોઆપ રેલાતી વાણી એ જ ભજનામૃત છે.
શ્રીમદ્ આનંદધનજીનું આશાવરીરાગનું પદ આવું જ વિરલ છે જેમાંથી અદ્વિતીય જ્ઞાનસુધારસ આપોઆપ વહેતો અનુવાય છે.
अगम पियालो पीयो मतवाला चिन्ही अध्यातम वासा... માનંદઘન ચેતન વૈ રત્ન, રેછે તો તમાશા.... आशा और न की क्या कीजे...( २ )..ज्ञान सुधारसपीजे
ભાવાર્થ : હે આત્માનું ! અગમ અનુભવ પ્રેમ રસનો તું સ્વાદ લઈ લે. એને સંપૂર્ણ પીવાથી સાધકને અનુભવ રસની એવી ખુમારી ચઢે છે કે એ કોઈની પરવાહ નથી કરતો. | ભજનની ત્રીજી કડીમાં આચાર્યશ્રી આત્માના ઉડ્ડયનની વાત કરે છે. જ્ઞાનધારા
(૨૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪)