Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દિવસો એનું જ દર્શન, એનું જ તાન, એનું જ પૂજન, એનું જ ગાન.”
આવા સાંસારિક સંબંધો સરી જાય છે, માયાની મમતા ભેદાઈ જાય છે. ત્યારે મીરાંના વિષનો પ્યાલો અમત બને છે. આનંદધનની મસ્તી નિરામય આનંદમાં લીન બને છે. મીરાં કહે છે કે પ્રેમનો પિયાલો મેં પીધો રે', જ્યારે આનંદધન કહે છે કે :
જ્ઞાનસિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો; મોહત આનંદધન પ્રભુ શિશધર, દેખત દષ્ટિ ચકોરી.”
(‘આનંદધનનાં પદો', ભાગ ૧, પૃ. ૩૯૪) મીરાંને “રામ રતન ધન મળતાં આનંદની કોઈ સીમા રહેતી નથી, જ્યારે આનંદધન “શ્રી વિમલનાથજિનસ્તવન'માં “ધીંગ ધણી માથે કિયાં રે” કહીને પોતાનાં સઘળાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાનો આનંદ પ્રગટ કરે છે. અને કેવો છે આ બંને સંતોનો પ્રભુપ્રેમ !
મીરાં કહે છે :
મેરે તો પ્રભુ ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ રે.”
તો આનંદધનના “ઋષભ જિન સ્તવન'માં એ જ પ્રભુપ્રીતિનો પ્રતિધ્વનિ ગુંજે છે :
“ઋષભ જિસેસર પ્રતીમ માહરા, ઓર ન ચાહું રે કત.”
મુખડાની માયા લાગતાં પ્રીત પૂરવની' જાગે, પછી તો એ પ્રિયતમ જેમ રાખે તેમ રહેવાનું હોય ! મીરાં કહે છે કે “રામ રાખે તેમ રહિએ કારણ કે પોતે તો “ચિઠ્ઠીની ચાકર' છે. મીરાં આર્જવભરી વાણીથી કહે છે કે એને તો આ ચાકરી જોઈએ છે અને એ ચાકરીમાં ભગવાનનું સ્મરણ માગે છે. ખરચીમાં શામળિયાનું દર્શન માગે છે અને વધારામાં ગિરધારીની ઝાઝેરી ભક્તિ ચાહે છે. આથી જ એ કહે છે કે “હરિ મને પાર ઉતાર.” તે માટે હું તને નમી નમીને વિનંતી કરું છું.
મીરાં ભક્ત હતી તો આનંદધન મર્મી સંત હતા. એ કહે છે કે હું તો કશું જ જાણતો નથી. માત્ર તારા દ્વાર ઉપર આવીને
નિવાસ
૧૦)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪