Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તારા ગુણોનું રટણ જ કરી જાણું છું. આમ મીરાંની ભક્તિમાં મૃદુતા પ્રગટ થાય છે, તો આનંદધનમાં મસ્તીનો ઉછાળ અનુભવાય છે. એ કહે છે :
“અવધૂ ક્યા માગું ગુન હીના, વૈન ગુનગુનના પુવીના, ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરમેવા.”
મીરાંના પદોમાં જેમ અખંડ વરની પ્રાપ્તિનો આનંદ છે, એ જ રીતે આનંદધનમાં પોતે સુહાગણ બની એનો ઉંમગ જોવા મળે છે. મીરાં જેમ પ્રેમની કટોરીથી ઘાયલ થઈ છે, તેમ આનંદધન પ્રેમના રામબાણથી વીંધાયેલા છે.
“કહાં દિખાવું ઔર કું કહાં સમજાઉં ભાર; તીર અચૂક છે પ્રેમકા, લાગે સૌ રહે ઠોર.”
કવિ કહે છે કે આ પ્રેમના તીરનો ઘા હું બીજાને બતાવું કઈ રીતે ? વળી બીજા એનું સ્વરૂપ પણ ક્યાંથી સમજી શકે ? મીરાંની માફક તેઓ પણ “ઘાયલ કી ગત ઘાયલ જાને કહે છે. એથીય વિશેષ આનંદધન કહે છે કે આ પ્રેમનું તીર એવું “અચૂકી છે કે જેને તે વાગે છે તે વાગેલું જ રહે છે. અને આ પ્રેમ સુહાગણ' નારી પોતાના પ્રિયતમનાં અંગોની સેવા કરે છે, ત્યારે સુંદર રૂપક-લીલાથી આનંદધન કહે છે કે એના હાથે ભક્તિના રંગની મહેંદી ઊગી નીકળે છે, અત્યંત સુખદાયક ભાવરૂપ અંજન આજે છે, સહજ સ્વભાવરૂપ ચૂડી પહેરે છે, સ્થિરતારૂપ કંકણ ધારણ કરે છે, ધ્યાન એને ખોળામાં લે છે, સૂરતનો સિંદૂર એની સેંથીમાં પુરાય છે, અનાસક્તિરૂપ અંબોડો વાળે છે, જ્યોતિનો પ્રકાશ એના અંતરઆત્માના ત્રિભુવનમાં પ્રગટે છે અને કેવળજ્ઞાનરૂપ અરીસો હાથમાં લે છે. આ પદમાં કવિએ “અનુભવરસથી સૌભાગ્યવતી બનેલી નારીના આનંદ-શણગારને રૂપકથી મનોરમ રીતે શણગાર્યા છે. અને છેલ્લે અંતરની એ આનંદમય દશાને આલેખતાં કવિ કહે છેઃ
“ઉપજી ધુની અજપાકી અનહદ, જિત નગારે વારી; ઝડી સદા આનંદધન બરખત, વનમોર એક તારી.”
છે
જ્ઞાનધારા
(૧૮)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪