Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
* * * *( જ્ઞાન પુષ્પાંજલિ)
છબીલદાસ સંઘવીના જીવન અંગે હું કાંઈ વધારે જાણતો નથી પણ તેમને સાધુસાધ્વીજીઓને સારું જ્ઞાન આપેલ છે. ઘણા જ દિક્ષાર્થીઓને તેમને ભણાવેલ છે. તેમને તેમની જ્ઞાનશક્તિનો ઉપયોગ શાસનની સેવા માટે કરેલ છે.
પૂ. આ.ભ.શ્રી. શ્રેયાંસચંદ્રસૂરિજી મ.સા.
પંડિતજી સ્વાધ્યાયપ્રેમી હતા. તેમની જ્ઞાનપ્રદાન કરવાની આગવી કળા હતી. જૈન તત્ત્વજ્ઞાનના ગહન પદાર્થો સરળ ભાષામાં સમજાવવાની શક્તિ સારી હતી. વિશેષતા એ હતી કે પૂ. સાધુ ભગવંતો અને પૂ. સાધ્વીજી મ. સાહેબો પ્રત્યે આદરભાવ સારો હતો.
પૂ. આ.ભ.શ્રી. કલ્પજયસૂરિજી મ.સા.
પં. છબીલદાસભાઈના નિધનથી એક મહાપ્રાણ વ્યક્તિત્વને આપણે ગુમાવ્યું છે.
પારદર્શી વિદ્વત્તા સાથેની ઊંડી શ્રદ્ધા અને અજોડ નિષ્ઠા તેમનામાં જે જોઈ છે તે ભાગ્યે જ બીજે સ્થળે જોવા મળે.
પૂ. આ.ભ.શ્રી. યશોવિજયસૂરિજી મ.સા.
પંડિત શ્રી છબીલદાસના સ્વર્ગવાસનો સંદેશો મળ્યો. દેહથી પંડિતજી ગયા. પણ જ્ઞાન એ આત્માનો ગુણ છે “ગુણ' સાથે લઈને જાય છે, તેમની સુવાસ-સાધુ ભગવંતોમાં, ખંભાતમાં અને પંડિતવર્યોમાં જીવંત છે.
પૂ. આ. ભ. શ્રી મહાનન્દસૂરિજી મ.સા. (પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરિજી સમુદાય)
સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના પારગામી અને ન્યાયશાસ્ત્ર તેમજ દ્રવ્યાનુયોગના પ્રમુખ શાસ્ત્રોના નિષ્ણાત પંડિતરત્ન શ્રી છબીલદાસભાઈ સંઘવીની વિદાયથી શાસનને ખોટ પડી છે.
ચતુર્વિધ શ્રી સંઘને લગભગ વિ. સં. ૧૯૯૭થી વિ. સં. ૨૦૫૮ દરમ્યાન સતત ઉચ્ચ ગ્રંથોનું અધ્યયન કરાવનાર પંડિતજીની શ્રુતસેવાની અને શાસનસેવાની ખૂબ ખૂબ અનુમોદના.
અમારા પરમગુરુદેવ યુગદિવાકર પૂજ્યપાદ આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.ના દ્રવ્યાનુયોગના પ્રવચનોથી તેઓ ખૂબ ખૂબ પ્રભાવિત હતા એમ પ્રત્યક્ષ વાર્તાલાપમાં અમે નિહાળ્યું છે. ક્યારેક ક્યારેક તેઓએ અમારી સાથે સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણ વિષયક ચર્ચા પણ કરેલ ત્યારે એમની સૂત્રો અને વૃત્તિ સંબંધી ઉપસ્થિતિ જોઈને અનુમોદના થઈ હતી.
પૂ. આ. ભ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org