Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૦
પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી જ
શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના ઉપક્રમે યોજાયેલ છઠ્ઠા શ્રી જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે સ્વ. પં. વર્યશ્રી છબીલદાસભાઈ સંઘવીએ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.સા.ની શ્રુતસાધનાની આપેલી ઝલક (જૈન સાહિત્ય સમારોહ પુસ્તકમાંથી ઉદ્ધૃત)
જૈન સાહિત્યને અદ્વિતીયરીતે પ્રકાશમાં લાવવામાં ચાર મહાસ્તંભરૂપ ચાર મહાપુરુષો થયા. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ અને છેલ્લા શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જેઓ ઉપાધ્યાયજીના ટૂંકા નામથી પ્રસિદ્ધ છે અને તે આજથી લગભગ ત્રણસો વર્ષ ઉપર થયા.
જ્ઞાન પુષ્પાંજલિ
સાહિત્યસમ્રાટ્ વાચકવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજ અને ખંભાત,
ઉપાધ્યાયજીએ શ્રી (સ્થંભનપુર) ખંભાતમાં પણ સર્વગ્રાહી પંડિતને માન્ય એવા ઘણા ગ્રંથોની રચના કરી છે જેમાંના કેટલાંક નામ અહીં જણાવવામાં આવે છે. ઉપાધ્યાયજીએ ખંભાતમાં રચેલ ગ્રંથો તથા સાલવારી
થયાં છે.
‘સાધુવંદણા' સં ૧૭૨૧ના ચાતુર્માસમાં વિજયાદશમીએ; ‘મૌન એકાદશી ૧૫૦ કલ્યાણકસ્તવન' સં. ૧૭૩૨ના ચાતુર્માસમાં દિવાળીના દિવસે; ‘નિશ્ચય, વ્યવહારવિદ્ શાંતિ જિનસ્તવન’ સં. ૧૭૩૨ના ચાતુર્માસમાં; ‘બ્રહ્મગીત’ સં. ૧૭૩૮ના ચાતુર્માસમાં; ‘જંબુસ્વામી રાસ' સં. ૧૭૩૯ના ચાતુર્માસમાં.
આ દૃષ્ટિએ તેઓશ્રીનાં ઉપરોક્ત ચોમાસાં ખંભાત થયાં તે નિશ્ચિત થયું. બીજાં પણ ઘણાં
Jain Education International
ખંભાતમાં કરેલી રચનાઓમાં એક રહસ્યમય રચના પણ કર્યાનો ઉલ્લેખ પરંપરાગત જાણવામાં આવેલ એ છે કે—
ઉપાધ્યાયજી જ્યારે ૧૨ વર્ષ સુધી સરસ્વતીધામ શ્રી કાશીમાં અભ્યાસ કરી ખંભાત પધાર્યા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજ્ઝાય બોલવાનો સમય થતાં ગુરુમહારાજે સજ્ઝાય બોલવી શરૂ કરી ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજ શ્રી નયવિજયજી મ૰ સાહેબને વિનંતી કરી કે, ‘સાહેબ ! આપના વિદ્વાન્ શિષ્ય કાશી જેવા વિદ્યાધામમાં અભ્યાસ કરી આવ્યા છે તો તેમને સઝાય બોલવા દો. કંઈક નવું સાંભળવા અને જાણવા મળે.' ગુરુજીએ કહ્યું કે, ‘બોલ જશા !' ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ‘સાહેબ ! સજ્ઝાય તો આવડતી નથી.' ત્યારે શ્રાવકોમાંથી કોઈક બોલી ઊઠ્યું કે, ‘બાર વર્ષ
For Private & Personal Use Only
www.jainelibrary.org