Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( જ્ઞાનપુષ્પાંજલિ
માહિતી પ્રાપ્તિ ઃ
આ વિવિધ પ્રકારની માહિતીઓના ઉપયોગકર્તાઓમાં મહદ્ અંશે પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુ વર્ગ, શ્રાવક વર્ગ તથા સંશોધક વિદ્વાનો સામેલ છે. પુસ્તકોની ઉપલબ્ધિ તથા શોધ સહિત આપ-લેની બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ સરળ અને સુવિધાજનક પદ્ધતિથી કયૂટર દ્વારા કરવામાં આવે છે.
- આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સૂચિકરણ-વિષયાંકન પદ્ધતિના બળે જે જિજ્ઞાસાઓ–પ્રશ્નો માટેની વિગતો મળી શકે છે તેની એક આછેરી ઝલક જોઈએ.
–મને આંખે બરાબર દેખાતું નથી એટલે મારે મોટા અક્ષરોમાં છપાયેલ ભક્તામર સ્તોત્ર જોઈએ છે.
–મારે પ્રતિક્રમણ સૂત્રોનું દેવનાગરી-હિન્દીની સાથે સાથે રોમન(અંગ્રેજી) લિપિમાં ઉચ્ચારણ માટેનાં સ્પષ્ટ ચિહ્નો (diacritical marks) સાથેનું અને અંગ્રેજીમાં વિસ્તારથી અર્થવાળું પુસ્તક જોઈએ છે. કારણ કે મને હિન્દી કે ગુજરાતી બરાબર વાંચતા નથી આવડતું.
–દેરાસરમાં કરાતી દર્શન-પૂજન વિધિની સરળ સમજૂતી આપતું પુસ્તક છે? વર્ષોથી સેવા-પૂજા કરું છું પણ હજી વિધિની અને એનાં રહસ્યોની વ્યવસ્થિત સમજણ નથી.
–મારે જૈનધ્યાન અને યોગ વિષયમાં ઊંડા ઊતરવું છે, એની ઊંડાણથી માહિતીવાળાં પુસ્તકો ક્યાં-ક્યાં?
મેં એક પુસ્તક કોઈની પાસે જોયું હતું, એના નામમાં ક્યાંક દીક્ષા શબ્દ આવતો હતો, ભાષા ગુજરાતી હતી અને અમદાવાદથી કોઈકે છાપ્યું હતું. એનું પૂરું નામ વગેરે શું હશે?
– જૈન પારિભાષિક શબ્દોની વ્યવસ્થિત સમજણ આપતા સંદર્ભ ગ્રંથોનાં નામ શું છે? –કલ્પસૂત્રનું અંગ્રેજી અનુવાદ-વિવેચન કોણે કોણે કર્યું છે? –કયો ગ્રંથ વિવાહપષ્ણતિના નામે પણ ઓળખાય છે ? (ભગવતીસૂત્ર) –દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી કયાં-કયાં આગમો છપાયાં છે?
-પૂજય આચાર્યદેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી દ્વારા રચાયેલ કુલ સાહિત્ય કેટલું? તે ક્યાંક્યાંથી છપાયેલ છે ? એમનું ગુજરાતી પદ્ય સાહિત્ય કેટલું?
-પૂજય પુણ્યવિજયજીએ સંપાદિત કરેલ આગમ સિવાયના ગ્રંથો કેટલા? –જ્ઞાનસાર ઉપર કુલ કેટલું સાહિત્ય કઈ-કઈ ભાષાઓમાં રચાયું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org