Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૬
૪. હસ્તપ્રતસંબંધી માહિતી
હસ્તપ્રતો માટે ભંડાર સંકેત, પ્રતક્રમાંક, પ્રતનું સ્વરૂપ (જેમ કે—કાગળ, તાડપત્ર, ભોજપત્ર વગેરે), પેટા-કૃતિઓની સંખ્યા, પ્રતિલેખક તથા સંબદ્ધ અન્ય વિદ્વાનોનાં નામ, પ્રતિલેખન સ્થળનું નામ, પ્રતિલેખન વર્ષ વગેરેની માહિતી ભરવામાં આવે છે. આ સિવાય પ્રતિની સ્થિતિ, લેખન-પદ્ધતિ અને લિપિ, શુદ્ધતા, દશા આદિ વિશિષ્ટતાઓ સંબંધી સૂક્ષ્મ સાંકેતિક કોર્ડિંગ કરી વિવિધ માહિતીઓ સમાવાય છે.
જ્ઞાનપુષ્પાંજલિ
હસ્તપ્રતમાં રહેલ દરેક કૃતિની પણ વ્યવસ્થિત માહિતી ભરવામાં આવે છે. ખાસ ઉલ્લેખનીય છે અહીંના જ્ઞાનભંડાર સિવાય જેસલમેર, પાટણ, ખંભાત, ભાંડારકર, લીમડી આદિ જ્ઞાનભંડારોની તાડપત્રીય આદિ વિશિષ્ટ પ્રતોની માહિતી પણ વિસ્તૃત રીતે અહીં ખાતે કમ્પ્યૂટરમાં ભરવામાં આવી છે.
૫. વિદ્વાનસંબંધી માહિતી
વિદ્વાનોની માહિતી ચાર રીતે રાખવામાં આવે છે.
કર્તા : પ્રથમ શ્રેણીમાં કોઈ કૃતિની રચના પ્રશસ્તિમાંથી પ્રાપ્ત થનારી કર્તા, ભાષ્યકાર, ટીકાકાર, વાર્તિક, અનુવાદક અને અન્ય સંબદ્ધ વિદ્વાન વગેરે આવે છે.
સંપાદક : બીજી શ્રેણીમાં પ્રકાશન સાથે સંબંધિત સંપાદક, સંયોજક, સંકલનકાર, સંશોધક આદિની માહિતી આવે છે.
પ્રતિલેખક વગેરે : ત્રીજી શ્રેણીમાં હસ્તપ્રતની પ્રતિલેખન પુષ્પિકામાં ઉલ્લિખિત (જેમનો ઉલ્લેખ આવે છે તેવા) પ્રતિલેખક, પઠનાર્થ, ઉપદેશક, લખાવવાવાળા વગેરે વિદ્વાનોને સમાવી લેવાયા છે.
પ્રતિમાલેખ માહિતી : સંગ્રહાલયની પ્રતિમાઓ ઉપરના લેખોમાં આવતા વિદ્વાનો આદિનાં નામો અહીં સમાવી લેવાય છે.
આ ચાર રીતે ઉપલબ્ધ થતી માહિતીને પરસ્પર સાંકળી ગુરુ-શિષ્યની તો ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આખી વંશાવલી જ બનાવી દેવામાં આવે છે.
વિદ્વાન સંબંધી વૈવિધ્યપૂર્ણ માહિતી જેવી કે વિદ્વાનનું સ્વરૂપ, અપર પ્રચલિત નામ (Alias) ગુરુનામ, ગુરુપરંપરા, શિષ્યનામ, ગચ્છ-ગોત્ર, સમય તથા વિશેષ માહિતી જો હોય તો સમાવી લેવાયા છે.
૬. સામયિક—મૅગેઝિન સંબંધી માહિતી
આની અંતર્ગત સામયિકનાં એકાધિક નામો, પ્રકાશકો, સંપાદકો, એની ભાષા, એનું વિષય-ક્ષેત્ર, એના વર્ષ વાર અંકો, વિશેષાંકો, દરેકની ઉપલબ્ધ નકલ આદિ માહિતી ચીવટપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org