Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૩
જ્ઞાન પુષ્પાંજલિ
જિનશાસનના પ્રાંગણમાં નજરાણાસમ જિનશાસન આરાધના ટ્રસ્ટ—સંસ્થાન
પ્રેષક : પં. શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી - પાટણ જે
જિનશાસનનું પ્રાંગણ, જિનાલયો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, જ્ઞાનની પરબસમાન પાઠશાળાઓ, સુંદર ધર્મશાળાઓ તથા બીજાં પણ સંસ્થાનો જેવાં કે જૈન ભોજનશાળા, પાંજરાપોળ, ઇત્યાદિ દ્વારા શોભી રહેલ છે. ઉપરોક્ત સંસ્થાનો તે તે ગામનાં તે તે નગરનાં આભૂષણો કહી શકાય. આવા જ એક સંસ્થાનનો પરિચય આ પ્રમાણે છે.
વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની સુપ્રેરણાથી જિનશાસન આરાધના ટ્રસ્ટ નામની સંસ્થા મુંબઈ, ખંભાત, અમદાવાદ તથા પાટણ ખાતે શાસનની અનેકવિધ પ્રવૃત્તિ કરી રહેલ છે. જીર્ણોદ્ધાર, ચતુર્વિધ સંઘભક્તિ, શ્રુતલેખન, શ્રુતપ્રકાશન, શ્રુતસંપાદન, જીવદયા-અનુકંપા, ઇત્યાદિ સત્કાર્યો જેનું લક્ષ્ય છે તેને સંપાદન કરવા સુંદર પ્રયાસ આ સંસ્થા કરી રહેલ છે. પાટણ ખાતે વિશાળકાય મકાનમાં શ્રુતપ્રચાર-પ્રસારનું સુંદરકામ ચાલી રહેલ છે.
Jain Education International
અપ્રાપ્ય તથા સ્વાધ્યાયોપયોગી એવા ગ્રંથોની ૪૫૦થી ૫૦૦ નકલ છપાવી મહારાષ્ટ્ર, કચ્છ-રાજસ્થાન-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે પ્રાંતોના ૩૫૦ જ્ઞાનભંડારમાં વિનામૂલ્યે મોકલી ૩૫૦ જ્ઞાનભંડારને સમૃદ્ધ બનાવવાનું ભગીરથ અને બહુમૂલ્ય કાર્ય આ સંસ્થા કરે છે. અત્યાર સુધીમાં (છેલ્લા ૧૫ વર્ષમાં) ૩૨૦ જેટલા આગમિક ગ્રંથો, પ્રાકરણિકગ્રંથો, ચરિત્રગ્રંથો, અનુવાદગ્રંથો ઇત્યાદિ દ્રવ્યાનુયોગ–કથાનુયોગ, ચરણ-કરણાનુયોગ અને ગણિતાનુયોગ એમ ચારેય અનુયોગના ગ્રંથો બહાર પાડી જ્ઞાનના ભંડારોને સુંદર બનાવી રહેલ છે. શ્રમણસંઘમાં જ્ઞાનયજ્ઞ સતેજ બને, સ્વાધ્યાયનો દીપ સદૈવ જલતો રહે અને વૈરાગ્યભાવ પ્રવર્ધમાન બનતો રહે તેવા જ શુભઆશયથી આ સંસ્થા શ્રુતપ્રચાર-પ્રસાર-પ્રકાશનનું મહાન કામ કરી રહેલ છે. પ્રતિવર્ષ ૨૦થી ૨૫ જેટલા ગ્રંથો પ્રકાશિત કરી શ્રી સંઘના ચરણમાં ભેટરૂપે મૂકવામાં આવે છે. તે સિવાય પોંડીચેરીના હાથવણાટના કાગળમાં લહિયાઓ દ્વારા પ્રાચીન શાહી, કલમ, કિત્તાની પદ્ધતિથી શ્રુતલેખનનું કામ પણ આ સંસ્થા દ્વારા ચાલે છે તેથી શ્રુતવારસો ૫૦૦–૬૦૦ વર્ષ સુધી ટકી રહે.
For Private & Personal Use Only
www.jainelibrary.org