Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 181
________________ (૧૭૧ - - - ---- ----- ------ --* - ( જ્ઞાન પુષ્પાંજલિ ) ૧૯૯૯માં પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થયો છે. આ શાખામાં ઉપલબ્ધ પુસ્તકો સાથે જ જ્ઞાનમંદિર કોબામાં ઉપલબ્ધ તમામ ગ્રંથોની માહિતી અહીંના કયૂટર પરથી મળી શકે છે. ભવિષ્યમાં આ માટેની સ્થાયી વ્યવસ્થાનું આયોજન પણ થઈ રહ્યું છે. કલાતીર્થરૂપ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય પાષાણ, ધાતુ, કાઇ, ચંદન અને હાથીદાંતની કલાકૃતિઓ અહીં વિપુલ પ્રમાણમાં સંગૃહીત કરવામાં આવી છે. આ સિવાય તાડપત્ર અને કાગળ પર તૈયાર થયેલી સચિત્ર હસ્તપ્રતો, પ્રાચીન ચિત્રપટ્ટ, વિજ્ઞપ્તિપત્ર, ગટ્ટાજી, પ્રાચીન લઘુચિત્ર, સિક્કા અને અન્ય પરંપરાગત કલાકૃતિઓનો પણ સંગ્રહ મોજૂદ છે. આ સંગ્રહાલયમાં વિશેષરૂપી જૈન સંસ્કૃતિ, જૈન ઇતિહાસ અને જૈન કળાનો અપૂર્વ સંગમ દશ્યમાન થાય છે. સમસ્ત સંગ્રહની સુરક્ષા માટે એક અદ્યતન પ્રયોગશાળા પણ સ્થાપિત કરાઈ છે જેમાં વખતો-વખત કલાકૃતિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રાસાયણિક ઉપચાર થાય છે. સંગ્રહાલયમાં દશ્યમાન બનતી કલાકૃતિઓ શિલ્પ વિભાગ, શ્રત વિભાગ, ચિત્ર વિભાગ તથા પરંપરાગત વિભાગ એમ ચાર વિભાગો અને આઠ ખંડોમાં સમાવાઈ છે. મહાવીરાલય(દેરાસર) જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી સહિત પરમ પૂજનીય સર્વપ્રતિમાજીઓ મનોહર અને જાણે ચુંબકીય પ્રભાવથી આપને મોહી લેશે. ત્રણ શિખરોથી સુશોભિત આ મહાવીરાલયની ખાસ વિશેષતા છે કે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.ના અંતિમ સંસ્કારના સમયે પ્રતિવર્ષ ૨૨મી મે બપોરના ૨.૦૭ કલાકે દેરાસરના શિખરમાં થઈને સૂર્યકિરણો મહાવીરસ્વામીના તિલકને દેદીપ્યમાન કરે એવી અજોડ અને સુંદર ગોઠવણ કરવામાં આવી છે. સભામંડપનાં પાંચેય કાષ્ઠદ્વારોનાં ફલકો પર વિશિષ્ટ અને અનોખું કોતરકામ જોવા મળે છે. આ દેરાસરનું વાસ્તુશિલ્પ પણ દર્શનીય છે. અહીંનું શિલ્પકાર્ય કલારસિકોને સંમોહિત કરવામાં સમર્થ છે. વિવિધ અપ્સરાઓ, દિક્યાલો, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ અને ચોવીસ યક્ષિણીઓની સાથે દેવો અને અર્ધ દેવો સહિત માનવ આકૃતિઓ, કિન્નર, વ્યાલ અને પ્રશસ્ત પશુજગતની સાથે વનસ્પતિજગતનું આલેખન આ જૈન તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની પાવન સ્મૃતિમાં એમના અંતિમસંસ્કાર સ્થળ પર નિર્મિત સંગેમરમરના કલાત્મક મંદિરના રંગમંડપમાં આચાર્યશ્રીની ફટિકરત્નની અદ્વિતીય ચરણપાદુકા અને ગર્ભગૃહમાં સ્ફટિકરત્નની જ અનન્તલબ્લિનિધાન ગૌતમસ્વામીની મનોહર પ્રતિમા તથા પુંડરીકસ્વામી અને સુધર્માસ્વામીની પ્રતિમાઓનાં પણ દર્શન થાય છે. પૂજય સાધુ-ભગવંતોની નિશ્રામાં પોતાની સંયમ આરાધના સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. સંસ્થાના નિયમાનુસાર વિદ્યાર્થી, મુમુક્ષુ સુવ્યવસ્થિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188